Site icon Gujarat Mirror

સ્વામિનારાયણનગરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 106 બોટલો ઝડપાઈ

જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર ગઈ રાત્રે એલસીબી ની ટુકડીએ દારૂૂની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, અને 106 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. જ્યારે દારૂૂ ના સપ્લાય ને ફરારી જાહેર કરાયો છે.

જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં મામા સાહેબના મંદિરની બાજુમાં રહેતા હિરેન રમેશભાઈ ડોડીયા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારની ઈંગ્લીશ દારૂૂનો જથ્થો આયાત કરીને ઉતારવામાં આવ્યો છે, તેવી બાતમી ના આધારે એલસીબી ની ટુકડી ગઈ રાત્રે ત્રાટકી હતી. જે દરોડા દરમિયાન મકાનમાંથી 106 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે ઈંગ્લીશ દારૂૂ અને મોબાઈલ સહિત 15,600 ની માલમતા કબજે કરી લઈ મકાન માલિક હિરેન ડોડીયા ની અટકાયત કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેને આ દારૂૂનો જથ્થો જામનગરમાં જ રહેતા રવિ ઉર્ફે ફુશ ભાનુશાળી નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું જણાવ્યું હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. જેને પોલીસ શોધી રહી છે.

Exit mobile version