ગુજરાત

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકનું ખેડૂતો માટે 1000 કરોડનું પેકેજ

Published

on

રાજકોટ-મોરબી જિલ્લાના અઢી લાખ ખેડૂતોને વગર વ્યાજની રૂા.50 હજારની લોન અપાશે, રૂા.110 કરોડનું વ્યાજ જિલ્લા બેંક ભોગવશે: ચેરમેન જયેશ રાદડિયાની જાહેરાત

સમગ્ર સૌરાષ્ટ્રમા તાજેતરમા પડેલ અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલ હોય, હરહંમેશા ખેડુતોની પડખે ઉભી રહેતી રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તથા બેંકના તમામ ડિરેક્ટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડુતોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે.


બેંકના ચેરમેન જયેશ રાદડિયાયે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના કાર્યક્ષેત્રે રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે સવા બે લાખ જેટલા ખેડુતોને રૂૂા.1000 કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે. ખેડુતોને આ 0% વ્યાજે ધિરાણ કરવાથી જીલ્લા બેંકને અંદાજે રૂૂા.100 કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે જે બોજ જીલ્લા બેંક ઉઠાવશે.


શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજર વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે.


રાજકોટ અને મોરબી જીલ્લામાં તાજેતરમા થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકશાન થયેલ છે તેમજ સતત પડેલ અતિભારે વરસાદને કારણે ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચી સહિતના તૈયાર પાકને ખૂબ જ નુકશાન થયેલ છે. જે બાબતને ધ્યાને લઈ ખડૂતોની હર હમેંશ ચિંતા કરતા શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના તમામ સભ્યોએ નિર્ણય કરી રાજકોટ અને મોરબી જીલ્લાની બેંક સાથે જોડાયેલ ખેતી વિષયક મંડળીઓમાંથી ધિરાણ મેળવતા ખેડૂતોને પાક નુકશાની સામે 0% રૂૂ.50000/- સુધીની લોન આપવાની જાહેરાત કરી ખેડૂતોની વહારે આવેલ છે.
ખેડૂતોને પુરી પાડવાની આ લોનની અંદાજીત કુલ રકમ રૂૂ.1000 કરોડ જેટલી થશે જેના ઉપર થનાર રૂૂ.100 કરોડ જેટલુ વ્યાજ બેંક વહન કરશે. જેથી ખેડૂતોને રૂૂ.100 કરોડનો ફાયદો થશે.


આમ ખેડૂતોની હર હમેંશ ચિંતા કરનાર શ્રી વિઠલભાઈ રાદડિયાના પગલે ચાલી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા તેમની ટીમએ અસરગ્રસ્ત ખેડૂતો માટે તાકીદની 0% વ્યાજે લોનની જાહેરાત કરી રાજકોટ તથા મોરબી જીલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ સામે ખૂબ જ સહાય રૂપ બનેલ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિગ્રસ્ત ખેડુતો માટે રૂા. 1419 કરોડનું પેકેજ જાહેર કર્યુ હતું જો કે, હજુ આ પેકેજની ચુકવણી થઈ નથી અને સર્વે ચાલી રહ્યો છે. આ પેકેજમાં 20 જિલ્લામાં 136 તાલુકાના 7 લાખથી વધુ ખેડુતોને આવરી લેવાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version