Site icon Gujarat Mirror

જામનગર રોડ પર કાવેર્ય કોમ્પ્લેક્સની 5 સહિત વધુ 10 મિલકતો કરાઈ સીલ

મનપાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત જામનગર રોડ ઉપર કાવેર્ય કોમ્પ્લેક્ષની પાંચ દુકાન સહિત 10 મિલ્કત સીલ કરી કુવાડવા રોડ ઉપર ત્રણ નળ જોડાણ કાપી સ્થળ પર રૂા. 50.04 લાખની વેરાવસુલાત કરી હતી.

મનપાના વેરાવિભાગ દ્વારા આજે પરસાણા નગરમાં 1-યુનિટને સીલ મારેલ, જામનગર રોડ પર આવેલ ‘કાવેર્ય કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6 ની સીલ મારેલ, જામનગર રોડ પર આવેલ ‘કાવેર્ય કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-7 ની સીલ મારેલ, જામનગર રોડ પર આવેલ ‘કાવેર્ય કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-8 ની સીલ મારેલ, જામનગર રોડ પર આવેલ ‘કાવેર્ય કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-9 ની સીલ મારેલ, જામનગર રોડ પર આવેલ ‘કાવેર્ય કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-2 ની સીલ મારેલ, મોરબી રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.94,508, કુવાડવા રોડ પર આવેલ 2-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.1.25 લાખનો ચેક આપેલ હતો. વેરાવિભાગ દ્વારા પેદ્ક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.80,000, રણછોડ નગરમાં 1-નળ કનેક્શન કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.63,036, માર્કેટીગ યાર્ડ પાસે આવેલ 2-યુનિટને સીલ મારેલ, માર્કેટીગ યાર્ડ પાસે 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.59,600, બંગડી બજારમાં આવેલ ‘વૈભવ કોમ્પ્લેક્ષ’માં ઓફીસ-નં 107 ને સીલ મારેલ, બંગડી બજારમાં આવેલ ‘વૈભવ કોમ્પ્લેક્ષ’માં ઓફીસ-નં 114 ને સીલ મારેલ, મીલપરામાં આવેલ વાણીજય ભવન ફોર્થ ફ્લોર શોપ નં-6 1 106 ના નોટીસ સામે રીકવરી રૂૂ.5.22 લાખ, રામનગરમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.34,770 કરી હતી. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Exit mobile version