Site icon Gujarat Mirror

કોટેચા ચોક નજીક કારમાંથી મળેલા 10 લાખ બિલ્ડરના હોવાનું ખુલ્યું

શહેરનાં અલગ અલગ પોઇન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ ડ્રાઇવ રાખવામા આવી રહી છે ત્યારે કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે ગઇકાલે સાંજનાં સમયે વાહન ચેકીંગ ડ્રાઇવ રાખવામા આવી હતી આ સમય ગાળા દરમ્યાન એક શંકાસ્પદ કારની પોલીસે તલાસી લેતા તેમાથી 10 લાખની શંકાસ્પદ રોકડ મળી આવી હતી આ રોકડ બાબતે પોલીસે કાર ચાલકની પુછપરછ કરી હતી પરંતુ યોગ્ય જવાબ મળ્યો ન હતો. અને પોલીસે તપાસ કરતા આ નાણા તેમનાં પિતા બિલ્ડર હોય તેમનાં હોવાનુ જણાવ્યુ હતુ.

વધુ વિગતો મુજબ ગઇકાલે સાંજનાં સમયે કોટેચા ચોકમા માલવીયા નગર પોલીસનાં પીએસઆઇ એમ. જે. ધાંધલ સહીતનો સ્ટાફ વાહન ચેકીંગમા હતો ત્યારે ત્યાથી નીકળેલી કારને અટકાવી સ્ટાફ દ્વારા કારની ડેકી સહીતની તલાસી લીધી હતી ત્યારે ડેકીમાથી 10 લાખની રોકડ મળી આવી હતી. આથી પોલીસે કાર ચાલક સોફટવેર એન્જીનીયર મબાસીર આરીફભાઇ સીદીકી (રહે. સુભાષનગર રૈયા રોડ ) પાસે કાગળો માંગતા તેમણે રજુ કર્યા હતા પરંતુ રોકડ બાબતે કોઇ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે 10 લાખની રોકડ કબજે લીધી હતી.

આ સમયગાળા દરમ્યાન પોલીસે તપાસ કરતા કાર ચાલક મબાસીર સીદીકીનાં પિતા મુંબઇમા બિલ્ડર હોય તેમનાં ધંધાનાં રૂપીયા હોવાનુ જાણવા મળ્યુ હતુ . જેથી આરીફભાઇએ સાંજ સુધીમા પૈસાનાં પુરાવા રજુ કરશે તેવુ જણાવતા પોલીસે આગળની કાર્યવાહી કરવાનુ માંડી વાળ્યુ હતુ.

Exit mobile version