રાષ્ટ્રીય

યુપીમાં ટેમ્પો પલટી મારતા 10 લોકોનાં મોત, પાંચ ગંભીર

Published

on

મૃતકોમાં પાંચ મહિલા, બે બાળકી, એક બાળકનો સમાવેશ

હરદોઈ જિલ્લાના બિલગ્રામ કોતવાલી વિસ્તારમાં એક ટેમ્પો કાબૂ બહાર જઈને પલટી ગયો. આ અકસ્માતમાં 10 લોકોના કરૂૂણ મોત થયા છે, જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રોશનપુર પાસે બિલ્હૌર-કટરા સ્ટેટ હાઈવે પર આ અકસ્માત થયો હતો. અહીં એકાએક ડીસીએમ દેખાતાં ટેમ્પો કાબૂ બહાર ગયો હતો અને પલટી ગયો હતો.


માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રોશનપુર ગામ પાસે સામેથી આવી રહેલા ડીસીએમને કારણે ટેમ્પો કાબૂ બહાર ગયો હતો અને પલટી ગયો હતો. ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોત થયા હતા.


આ ઘટનામાં ટેમ્પોમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ, બે છોકરીઓ, એક બાળક અને બે પુરૂૂષોનો સમાવેશ થાય છે. ઘાયલો અને મૃતદેહોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બિલગ્રામ મોકલવામાં આવ્યા છે. ઘટના બાદ ડીસીએમનો ડ્રાઈવર અને હેલ્પર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version