ગુજરાત

ટ્રાન્સપોર્ટરોનું કાલથી 10 દિવસ દિવાળી વેકેશન

Published

on

કાલે શનિવારથી માલ લેવાનું બંધ, છેક લાભપાંચમે ખુલશે

અત્યારે સૌરાષ્ટ્રભરના નાના ઉદ્યોગકારો પોતાના ઓર્ડર પુરા કરવામાં વ્યસ્ત છે ત્યારે હવે ટ્રાન્સપોર્ટરોનું આવતીકાલથી વેકેશન ચાલુ થતું હોય ઝડપથી માલ બનાવવા માટે લાગી ગયા છે. દિવાળીની રજા 31 તારીખે છે પરંતુ સૌરાષ્ટ્રભરમાં આવતીકાલથી તહેવારોનો માહોલ શરૂ થતો હોય તેમ ટ્રાન્સપોર્ટરોએ આવતીકાલથી માલ લેવાનું બંધ કરશે અને છેક લાભ પાંચમ સુધીની લાંબી રજા પાળશે.


સૌરાષ્ટ્રભરમાંથી દેશ-વિદેશમાં પુષ્કળ પ્રમાણમાં માલ મોકલવામાં તેમજ મંગાવવામાં આવે છે. આ વર્ષે નાની નાની આઇટમો ઉપરાંત ઘર વપરાસની વસ્તુઓની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રભરમાંથી દેશ- વિદેશમાં જતો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલવામાં આવે છે. આવતીકાલથી સૌરાષ્ટ્રભરના ટ્રાન્સપોર્ટરો માલ લેવાનું બંધ કરશે. દિવાળી વેકેશન પડતા મજુરો પણ દિવાળીની રજાઓમાં પોતપોતાના વતન માટે જતા હોય ટ્રાન્પોર્ટરોએ પણ દિવાળીના પાંચ દિવસ પહેલાથી માલ લેવાનું બંધ કરી દીધું છે.

આ વખતે ટ્રાન્સપોર્ટરો તા.27 ઓકટોબર રવિવારથી છેક તા.6 નવેમ્બર એટલે કે લાભપાંચમ સુધી રજા પાળશે. તમામ ટ્રાન્સપોર્ટરોની ઓફીસ તા.7 નવેમ્બર ગુરૂવારના રોજ શરૂ થશે. તતદિવાળી સમયે સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટરો એક અઠવાડીયાનું વેકેશન પાડતા હોય છે. પરંતુ આ વખતે થોડીક મંદીની પણ અસર દેખાતી હોય તેમ ટ્રાન્સપોર્ટરો દ્વારા 10 દિવસનું વેકેશન પાડવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version