મનોરંજન
શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાંથી 1 કરોડની બીએમડબલ્યુની ચોરી
પાર્કિંગમાં રાખેલી કારને હેંકિંગથી ખોલી નાખી
શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત બાસ્ટિયન રેસ્ટોરન્ટની બહાર 1 કરોડની મોંઘી ઇખઠ કારની ચોરી થઈ છે. કાર માલિકે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. કારની ચોરી એક મિનિટમાં થઈ હતી.
આ કાર એક મોટા બિઝનેસમેનની હતી. કારના માલિકે ચોરીની ફરિયાદ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. રિપોર્ટ મુજબ કાર પાર્ક કર્યાને એક મિનિટમાં કારની ચોરી થઈ ગઈ હતી.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કારને હેકિંગ કરી ખોલવામાં આવી હતી.
ત્યારબાદ કારની ચોરી થઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઘટના રાત્રે અંદાજે 2 કલાકની છે.આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે કાર માલિકે રેસ્ટોરન્ટના સ્ટાફને કાર લાવવા માટે કહ્યું તો, તેમને જાણકારી મળી કે, તેની કાર ગુમ છે. ત્યારબાદ કાર માલિકે રેસ્ટોરન્ટ મોડે સુધી ખુલ્લું રહેવા પર સવાલો ઉઠાવ્યા છે. સાથે કાયદાનું ઉલ્લંધન થવા પણ વાત કરી હતી. જો આવું કાંઈ થયું તો શિલ્પા શેટ્ટીની મુશ્કેલી વધી શકે છે.