ઉમરગામમાં 36 કલાકમાં 51.56 ઇંચ વરસાદથી પ્રલય જેવી સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતાં સર્વત્ર જળપ્રલય જેવી અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં આકાશી આફત ઉતરી આવી…

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતાં સર્વત્ર જળપ્રલય જેવી અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં આકાશી આફત ઉતરી આવી હોય તેમ માત્ર 36 કલાકના ટૂંકા ગાળામાં જ અકલ્પનીય વરસાદ નોંધાયો છે. આ સતત અને અતિભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે, જેનાથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે અને ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.વરસાદના આંકડા પર નજર કરીએ તો ઉમરગામમાં આભ ફાટ્યું હોય તેમ રેકોર્ડબ્રેક 51.56 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત કપરાડામાં 38 ઇંચ, નાનાપૌંઢામાં 36 ઇંચ, ખેરગામ અને વાંસદામાં 31-31 ઇંચ, પારડીમાં 30 ઇંચ તેમજ ધરમપુરમાં 29 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. માત્ર દોઢ દિવસમાં પડેલા આટલા પ્રચંડ વરસાદને કારણે નદીઓ, નાળાઓ અને સરોવરો છલકાઈ ગયા છે અને અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

જેમાં મદદરૂૂપ થવા માટે આર્મીના 70 જવાનોની ટુકડીને તૈનાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કુદરતી આપદાને કારણે 4 લોકોના કરૂૂણ મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સેના અને સ્થાનિક પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.