યુવાનો નશાથી દૂર રહી શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્ર સેવાના માર્ગે આગળ વધે: ડો.માંડવિયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત બી.આર.એસ. કોલેજ, ડુમિયાણી ખાતે નશામુક્ત યુવા ફોર…

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલિત બી.આર.એસ. કોલેજ, ડુમિયાણી ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત વિષય અંતર્ગત યુવા કનેક્ટ કાર્યક્રમ યોજાયો હતો. યુવાનો સાથે સંવાદ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આવનારો સમય બુનિયાદી શિક્ષણનો હશે. શિક્ષણથી જ સંસ્કારનું ઘડતર થાય છે અને સંસ્કારોથી જ વ્યક્તિમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે છે. યુવાનો માત્ર ડિગ્રી મેળવવા પૂરતું શિક્ષણ ન લે, પરંતુ શિક્ષણ સાથે જીવનમૂલ્યોને આત્મસાત કરે તે અત્યંત જરૂૂરી છે.

કાર્યક્રમ દરમિયાન માતા વી.બી.એમ. ઉત્તર બુનિયાદી વિદ્યાલયના અંડર-19 જિલ્લા કક્ષાના ચેમ્પિયન રમતવીરો તથા રાજ્ય કક્ષાએ પસંદગી પામેલી 4 વિદ્યાર્થિનીઓનું કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપક, પૂર્વ સાંસદ અને પૂર્વ શિક્ષણમંત્રી સ્વ. બળવંતરાય મણવરના સ્મરણાર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મંત્રીએ રમતગમત મેદાનનું નિરીક્ષણ કરી સ્વ. મણવરના પરિજનો સાથે ુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભારતીબેન હુંબલ, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વિરડા, રાજકોટ જિલ્લા અગ્રણી રવિભાઈ માકડિયા, મયંકભાઈ ધીંગાણી, ડુમિયાણી ગ્રામ પંચાયતના સરપંચ મજબૂત ભાઈ હુંબલ, કોલેજના પ્રિન્સિપાલ ડો.ઘનશ્યામસિંહ ગોહિલ, પીપલ્સ વેલફેર સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ઉર્વશીબેન ખાનપરા તથા ટ્રસ્ટી સંજયભાઈ ખાનપરા સહિતના અગ્રણીઓ, પ્રોફેસરો અને 700થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.