Site icon Gujarat Mirror

ગોંડલ પાસે અકસ્માતમાં યુવાન ઘાયલ, સારવાર માટે ખસેડવાને બદલે લોકોએ વીડિયો ઉતાર્યો

ગોંડલ ની સુરેશ્રવર ચોકડી પર સવારે બાઈક ચાલક અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.બનાવ બાદ થાર ચાલક થાર મુકી પલાયન થઈ ગયો હતો.બનાવ ને લઈ ને લોકોનાં ટોળા એકઠા થયા હતા.બાઈક ચાલક રોડ પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.ત્યારે લોકો માનવતા નેવે મુકી તેના વિડીયો બનાવવાં માં મશગુલ હતા.આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા જીઆઇએસએફ જવાને ઘાયલ યુવાન ની મદદે આવી તુરંત ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રહેતા ગૌતમ હિંમતભાઇ મકવાણા ઉ.28 સવારે બાઈક લઇ સુરેશ્રવર ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતાં.દરમિયાન જીજેઓ 1ૂડ્ઢ 4790 નંબર ની થાર સાથે ટકરાતા બાઈક સાથે ફંગોળાયેલા ગૌતમભાઇ ને ગંભીર ઈજાઓ પંહોચી હતી. અકસ્માત બાદ થાર ચાલક થાર મુકી નાશી છુટ્યો હતો. બીજી બાજુ ઇજાગ્રસ્ત ગૌતમભાઇ રોડ પર લોહીલુહાણ હાલત માં બેભાન અવસ્થા માં પડ્યા હતાં.

અકસ્માત નાં પગલે લોકો એકઠા થઇ ગયા હતાં.પરંતુ કોઇ એ ઘાયલ યુવાન ને હોસ્પિટલ પંહોચાડવા ની માનવતા દાખવી ના હતી.દરમિયાન વેરીતળાવે ફરજ પર જઇ રહેલા જીઆઇએસએફ જવાન મનોજભાઈ પરમાર પસાર થતા અને ઘાયલ યુવાન ને જોતા તુરંત પસાર થઇ રહેલી કાર ને થોભાવી ઘાયલ યુવાન ને કાર માં સુવડાવી સરકારી હોસ્પિટલે લઇ ગયાં હતાં.જ્યાં યુવાન ની હાલત નાજુક હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યાં હતાં.આમ મનોજભાઈ પરમારે માનવતા દાખવી હતી.
બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version