Site icon Gujarat Mirror

વાંકાનેર નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર પૂર ઝડપે અને ગફલતભરી રીતે બાઈક ચાલકે કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લીપ થઇ ગયું હતું. બાઈકચાલક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના ત્રાજપર ખારી (ત્રાજપર)માં રહેતા વિપુલભાઈ ભરતભાઈ વરાણીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે બાબુભાઈ ઉર્ફે રાજુ હીરો કંપનીનું સ્પેલેન્ડર મો.સા. GJ-36-B.A-1273 વાળું મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી જતો હોય દરમીયાન ચાલકે હેન્ડલ પરથી કાબુ ગુમાવી દેતા સ્લીપ થતા બાબુભાઈને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version