ગુજરાત
ઇકો ઝોન નાબૂદ ન થાય તો દેહત્યાગ કરવાની આપના નેતા કરશનબાપુએ કરેલી જાહેરાત
ગીરગઢડા ખાતે યોજાયેલ ખેડૂત સંમેલનમાં આક્રમક ભાષણો
ઈકો ઝોનનો વિરોધ હવે સરકાર માટે મોટી સમસ્યા બની રહ્યો છે. આવામાં ગીર સોમનાથ કરશન બાપુએ દેહત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, સરકાર ઇકો ઝોન સંપૂર્ણ નાબૂદ કરે નહિતર હું દેહ ત્યાગ કરીશ. ટૂંક સમયમાં હું સમય અને સ્થળ જાહેર કરીશ. જો ઇકો ઝોન સંપૂર્ણ દફનાવો નહિતર હું દેહ ત્યાગ કરીશ. આમ, ગત રોજ ગીરગઢડા ખાતે મળેલા સમેલન દરમ્યાન કરશન બાપુએ આક્રમક ભાષણ કર્યું હતું.
આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુએ ઈકો સેન્સિટિવ ઝોન પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચીમકી આપી છે કે કે, જો સરકાર ઈકો ઝોન સંપૂર્ણ નાબૂદ નહીં કરે તો હું દેહત્યાગ કરીશ. તેમણે એવું પણ કહ્યું કે, ટૂંક સમયમાં હું સમય અને સ્થળ જાહેર કરીશ. ગીર સોમનાથના ગીર ગઢડા ખાતે એક સંમેલન મળ્યું હતું, જેમાં આ નિવેદન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જ્યારથી ઈકો સેન્સિટિવ ઝોન વધુ વિસ્તારમાં લાગૂ કરવાનો નિર્ણય થયો છે ત્યારથી તેનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો પણ ઈકો ઝોનનો સતત વિરોધ કરી રહ્યા છે. એવામાં આમ આદમી પાર્ટીના નેતાનું આ નિવેદન સામે આવ્યું છે.
ગીર જંગલના બોર્ડરના ગામોમાં ઈકો ઝોનના કાયદા વિરૂૂદ્ધ જન આક્રોશ થમી નથી રહ્યો. નવરાત્રી પર ગીરના ગામે ગામ ઇકોઝોન વિરોધના ગરબા હોય કે પછી દશેરા પર ઈકોઝોનના પૂતળાનું દહન ગીરના ખેડૂતો દરેક મોરચે એક થઈને ઈકો ઝોનના કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂત આગેવાનો પોતાના પક્ષની લાઈન છોડીને પણ પોતાના ખેતીની રક્ષા માટે ખુલીને ઈકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ભાજપ સમર્થિત તાલાળા મેંગો માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવા ઠરાવ કરાયો છે. તાલાલા આળભ ના તમામ 16 સભ્યોની સહમતીથી ઠરાવ મંજૂર કરાયો છે કે ઈકોઝોનનો કાયદો ન લાવવા અને જાહેરનામાને રદ કરવા ઠરાવ તેઓ સરકાર અને કૃષિ વિભાગ સુધી લડત કરશે.