ગુજરાત
પાનના વેપારી યુવાનનો આર્થિક સંકડામણથી કંટાળી આપઘાત
ધંધો બરાબર ચાલતો ન હોવાથી જીવનલીલા સંકેલી લીધી
જામનગર જિલ્લાના કાલાવડ માં રહેતા પાનના એક વેપારી યુવાને આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાનું જીવન સમાપ્ત કર્યું છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં જીવાપર રોડ પર મોમાઈ નગરમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા ચિરાગ મનોજભાઈ પાટડીયા નામના 19 વર્ષના વેપારી યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પિતા મનોજભાઈ જીવાભાઈ પાટડીયા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ના એએસઆઇ વિ.ડી. ઝાપડિયાએ બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરજ દરમિયાન મૃતક યુવાન પાન મસાલા ની દુકાન ચલાવતો હતો, અને થોડા સમયથી દુકાનમાં ધંધો બરાબર ચાલતો ન હોવાથી પોતે આર્થિક સંકળામણ ભોગવતો હતો. જેના કારણે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.