મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાં નાગેશ્વર તરફ જતા રસ્તે જી.જે. 10 સી.ડી. 6951 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા રવિભાઈ કાનાભાઈ નકુમ નામના યુવાનના બુધવારે સાંજના સમયે મોટરસાયકલ સાથે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા બાઈક સવાર રવિભાઈ નકુમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને આરોપી પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૂળ ખાખરડા ગામના અને હાલ મીઠાપુર ટાઉનશિપમાં રહેતા દર્પણભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ. 40) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે અજાણ્યા ફોર વ્હીલર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, પી.એસ.આઈ. દેવ વાંઝા દ્વારા આરોપી વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયામાં પીધેલો કાર ચાલક ઝડપાયો
ખંભાળિયા જામનગર હાઈવે પર આવેલી પ્લેટિનમ હોટલ પાસેથી ગત સાંજે કેફી પીણું પીધેલી હાલતમાં રૂૂ. પાંચ લાખની કિંમતની ક્રેટા મોટરકાર લઈને નીકળેલા હંસ્થળ ગામના પ્રવીણ હમીરભાઈ લાંબરીયા નામના નામના 34 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

