ગુજરાત
સાધના કોલોનીમાં ઇંડાંની રેંકડીએ યુવાન પર હુમલો
નામચીન શખ્સો ધમાલ મચાવતા ફરિયાદ નોંધાઇ
જામનગર શહેરના સાધના કોલોનીમાં ઈડાકળીની રેંકડીએ ઉભેલા યુવાનને પસામે કતરાઈને શુ જોવે છેથ તેમ કહીને 4 શખસોએ હુમલો કરી છરી બતાવીને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
શહેરના સાધના કોલોનીમાં રહેતો ભાણજી રવજીભાઈ સીંગરખીયા (ઉ. વ.રપ) નામનો યુવાન ગત તા.16ની રાત્રીના સાધના કોલોનીના પહેલા ગેઈટ સામે ઈડાકળીની રેકડીએ પાર્સલ લેવા માટે ઉભો હતો. ત્યારે નામચીન આરોપી હર્ષ ઉર્ફે ટકો અને ત્રણ અજાણ્યા શખસો બાઈક લઈને આવ્યા હતા. જ્યાં હર્ષે કહયું હતું કે તું સામે હજી કતરાઈને શું જોવે છે..? તેમ કહીને અપશબ્દો બોલીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
આ સમયે ઈડાકળીના રેંકડીવાળા રાઈલાભાઈ આવી જતાં યુવાનને છોડાવ્યો હતો. દરમ્યાન છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ચારેય શખસો બાઈક લઈને નાશી છુટ્યા હતા. જે અંગેની યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ એમ.કે.બ્લોચએ તપાસ હાથ ધરીને આરોપીની શોધખોળ આરંભી છે.