ફાયરબ્રિગેડની મદદ માટે હવે 112 ડાયલ કરવો પડશે

પોલીસ બાદ હવે ફાયર બ્રિગેડ માટે પણ 112 નંબર લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવા માટે નાગરિકોએ હવે 101 નહીં પરંતુ 112…

પોલીસ બાદ હવે ફાયર બ્રિગેડ માટે પણ 112 નંબર લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવા માટે નાગરિકોએ હવે 101 નહીં પરંતુ 112 પર કોલ કરવાનો રહેશે. આજથી ફાયર બ્રિગેડની મદદ માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે. 112 નંબર પર ડાયલ કરતા ફાયર બ્રિગેડની સુવિધા મળશે.

અત્યાર સુધી અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરમાં ફાયર બ્રિગેડની ઈમરજન્સી માટે 101 નંબર પર કોલ કરવો પડતો હતો પરંતુ આજથી નાગરિકોએ 101ના બદલે માત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે. નોંધનીય છે કે ફાયર કંટ્રોલ રૂૂમ દ્વારા શબવાહિની માટે ચાલતો 102 નંબર હાલ પૂરતો યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે 101 નંબરને સંપૂર્ણપણે 112માં ક્ધવર્ટ કરી દેવાયો છે.

ગુજરાતના નાગરિકો અત્યાર સુધી જ્યારે 101 નંબર પર કોલ કરતા ત્યારે મુખ્ય ફાયર કંટ્રોલ રૂૂમમાંથી સંબંધિત સ્ટેશન પર વર્ધિ મોકલવામાં આવતી હતી. નવી સિસ્ટમ મુજબ હવે 112 ડાયલ કરતા જ કઠવાળા સ્થિત કંટ્રોલ રૂૂમથી સીધી ફાયર સ્ટેશન પર વર્ધિ પહોંચશે. કોલ મળતાની સાથે જ ઘટનાસ્થળની સૌથી નજીકના ફાયર સ્ટેશનથી ઓટોમેટિક વાહન અને ટીમ રવાના થઈ જશે. આ ઈમરજન્સી સિસ્ટમ સાથે સીધા સંપર્કમાં રહેવા અને લાઈવ અપડેટ્સ મેળવવા માટે દરેક ફાયર સ્ટેશન પર કમ્પ્યુટર સિસ્ટમ મુકવામાં આવી છે તેમજ કંટ્રોલ રૂૂમમાં મોનિટરિંગ માટે બે મોટી LED સ્ક્રીન પણ લગાવાઈ છે.

આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ તમામ ઈમરજન્સી વાહનોનો ડેટા એક જ સ્થળે એકત્રિત કરવાનો અને વાહનોનું રિયલ-ટાઈમ ટ્રેકિંગ કરવાનો છે. આ માટે ફાયર બ્રિગેડ અને અધિકારીઓના મળીને કુલ 153 વાહનોમાં ૠઙજ સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. તેમાંથી 130 જેટલા ફાયર વાહનોમાં લાઈવ મોનિટરિંગ માટે આગળના ભાગે કેમેરા, 112 કંટ્રોલ રૂૂમ સાથે સતત કનેક્ટેડ રહેવા ટેબલેટ અને વોટર સેન્સર પણ લગાવવામાં આવ્યા છે. આ વોટર સેન્સરની મદદથી વાહનમાં કેટલું પાણી ઉપલબ્ધ છે અને વધારાના વાહનોની જરૂૂર છે કે નહીં તેની ત્વરિત જાણકારી મળશે. આ સિવાય 27 શબવાહિની અને 24 ફાયર એમ્બ્યુલન્સમાં GPS સિસ્ટમ ગોઠવવામાં આવી છે.

શરૂૂઆતમાં વાહનોમાં રહેલા ટેબલેટમાં લોગિન સંબંધિત કેટલીક તકનીકી સમસ્યાઓ સામે આવી હતી, જેને તાત્કાલિક ધોરણે દૂર કરી દેવાઈ છે. કંટ્રોલ ઓફિસરના જણાવ્યા અનુસાર, આ આધુનિક સિસ્ટમથી વાહનો મોડા પડવાના બદલે ઘટનાસ્થળે વધુ ઝડપથી પહોંચી શકશે. 112 કંટ્રોલ રૂૂમમાં કોલ આવતાની સાથે જ ટેકનોલોજીની મદદથી સૌથી નજીકનું વાહન ઓટોમેટિક ડિસ્પેચ થઈ જશે, જેનાથી કિંમતી સમય બચશે અને ઈમરજન્સી સેવાઓ વધુ સચોટ બનશે.