Site icon Gujarat Mirror

WPL, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ રને હરાવ્યું

 

ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 3 રનથી હરાવ્યું સોફી ડિવાઈને છેલ્લી ઓવરમાં મેચ પલટીગુજરાત જાયન્ટ્સની પ્લેઓફની આશા જીવંત રાખીસંસ્કારી નગરી વડોદરાના બીસીએ સ્ટેડિયમ પર રમાયેલી ડબ્લ્યુપીએલ 2026ની 17મી મેચ ક્રિકેટ ઈતિહાસના સૌથી રોમાંચક મુકાબલાઓમાંથી એક બની રહી. છેલ્લી ઓવર સુધી મેચ દિલ્હીના ખિસ્સામાં હોવાનું જણાતું હતું, પરંતુ સોફી ડિવાઈને પોતાની અનુભવી બોલિંગથી આખો ખેલ બદલી નાખ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 174 રન બનાવ્યા હતા. કેપ્ટન બેથ મૂનીએ શાનદાર 58 રનની ઇનિંગ રમી હતી. જોકે, દિલ્હીની બોલર શ્રી ચરણીએ 4 વિકેટ ઝડપીને ગુજરાતને મધ્યમ સ્કોર પર અટકાવ્યું હતું.

175 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર 9 રનની જરૂૂર હતી. મેદાન પર નિકી પ્રસાદ (47 રન, 24 બોલ) તોફાની બેટિંગ કરી રહી હતી. પરંતુ સોફી ડિવાઈને અંતિમ ઓવરમાં અશક્યને શક્ય કરી બતાવ્યું. તેણે સેટ બેટ્સમેન સ્નેહ રાણા (29) અને નિકી પ્રસાદને આઉટ કરીને દિલ્હીને 171/8 પર રોકી દીધું હતું. અંતિમ બોલ પર છગ્ગાની જરૂૂર હતી ત્યારે નિકી પ્રસાદનો કેચ એશ્ર્લે ગાર્ડનરે Gardner પકડીને ગુજરાતને વિજય અપાવ્યો હતો.

Exit mobile version