વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ, બાંગ્લાદેશે ODI શ્રેણીમાં હરાવ્યું

  11 જૂન, 2026 ની તારીખ બાંગ્લાદેશી ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગઈ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ એવી સિદ્ધિ મેળવી જે…

 

11 જૂન, 2026 ની તારીખ બાંગ્લાદેશી ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગઈ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ એવી સિદ્ધિ મેળવી જે તેમણે ક્રિકેટ ઈતિહાસમાં પહેલાં ક્યારેય નહોતી મેળવી. યજમાન બાંગ્લાદેશે છ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને બીજી વનડેમાં હરાવી અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી છે. બાંગ્લાદેશ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે તેઓએ ઓસ્ટ્રેલિયા સામે દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઓસ્ટ્રેલિયાની શરૂૂઆત ખરાબ રહી હતી. બાંગ્લાદેશી બોલરો તસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને શરૂૂઆતની ઓવરોમાં ભારે તબાહી મચાવી દીધી. ઓસ્ટ્રેલિયાની ટીમે ખાતું ખોલ્યા વિના જ ત્રણ મુખ્ય વિકેટ ગુમાવી દીધી. મેટ શોર્ટ, કૂપર કોનોલી અને મેટ રેનશો ખાતું ખોલવામાં નિષ્ફળ ગયા. 65 રનની અંદર ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી ગઈ. જોકે, માર્નસ લાબુશેને અણનમ 55 રન બનાવીને ટીમને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. વરસાદને કારણે મેચની ઓવરોમાં ઘટાડો પણ થયો, જેના પરિણામે ઓસ્ટ્રેલિયાએ 42 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા.

બાંગ્લાદેશ તરફથી તસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને શાનદાર બોલિંગ કરી અને ત્રણ-ત્રણ વિકેટ લીધી. તનવીર ઈસ્લામે પણ બે વિકેટ લીધી હતી. વરસાદના કારણે બાંગ્લાદેશની ઈનિંગની શરૂૂઆતમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે લક્ષ્ય 41 ઓવરમાં 192 રનનો થઈ ગયો. તનઝીદ હસન કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. જોકે, સૌમ્ય સરકાર અને નઝમુલ હુસૈન શાંતોએ 42-42 રન બનાવીને ટીમને મજબૂત શરૂૂઆત અપાવી. ત્યારબાદ લિટન દાસે 21 રન બનાવ્યા. તૌહીદ હૃદયોયે એક છેડો પકડી રાખ્યો અને અણનમ 40 રન બનાવીને ટીમને વિજય તરફ દોરી ગયો. મેહદી હસન મિરાઝ પણ 22 રન બનાવીને અણનમ રહ્યો. બાંગ્લાદેશે 35 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું.