કહેવાય છે કે, ઊંઘ વહાલી હોય પણ આટલી બધી વહાલી કે બાજુમાંથી આખું મોબાઇલ માર્કેટ સાફ થઇ જાય તોય ખબર ન પડે ? આવો જ એક ચોંકાવનારો અને ચકચારી બનાવ ભચાઉના શિવલખા પાસેની કંપનીમાં બન્યો છે. જ્યાં નિશાચરોએ શ્રમિકોની ગાઢ ઊંઘનો ફાયદો લઇ 16 મોબાઇલની તફડંચી કરી હતી. શિવલખા નજીક ફાસ્ટટેક નામની કંપની ક્ધટેઇનર બનાવવાનું કામ કરે છે.
અહીં આ કંપની બની રહી છે. બાઉન્ડ્રીનું કામ ચાલી રહ્યું છે અને શ્રમિકો તાળપત્રી બિછાવીને રાત્રે ઊંઘ લેતા હોય છે. ગઇકાલે રાત્રે કંપનીના ખુલ્લા મેદાનમાં સુપરવાઇઝર એવા ફરિયાદી દિનેશકુમાર માનસિંઘ ખાટલા પર અને અન્ય 15 શ્રમિકો તાળપત્રી પર સૂતા હતા. ફરિયાદી અને મજૂરો રાત્રે ફોન મમળાવતા મમળાવતા ખાટલા પર અને તાળપત્રી પર જ ઘસઘસાટ ઊંઘી ગયા હતા.
આખે આખા 16 મોબાઇલ ઉઠાવી લીધા હતા. આજે સવારે 6 વાગ્યાના અરસામાં શ્રમિકોની આંખ ખુલી ત્યારે એલાર્મ વાગવાને બદલે મોબાઇલ ગાયબ થવાના આંચકા લાગ્યા હતા. શ્રમિકોએ ચોરાયેલ મોબાઇલ પર ફોન કરરતા થોડીવાર રીંગ ગઇ હતી. પણ પછી તમામ મોબાઇલ બંધ થઇ ગયા હતા. રૂૂા. 64,000 16 મોબાઇલની ચોરી અંગે લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે એવા શાણા તસ્કરોની શોધખોળ શરૂૂ કરી છે જેણે આટલા બધા લોકોને જગાડયા વગર આટલી મોટી ડિલિવરી લઇ લીધી હતી.
