ગોંડલના અનીડા ભાલોડી ગામે રહેતા શ્રમિક યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. વધુ વિગતો અનુસાર, અનિડા ભાલોડી ગામે રહેતા દિપક કુમાર સુનિલ કુમાર તિવારી (ઉ.વ.22) નામના મુળ બિહારના યુવાનને ગઇકાલે કોલીપડ જવાના રસ્તે આવેલી યુનાઇટેડ ઓઇલ કેમ્પ પ્રા.લીમીટેડ કંપનીમાં આવેલી ઓરડીમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક એક બહેનનો એકનો એક ભાઇ હતો અને છેલ્લા ત્રણેક મહિનાથી અહી કંપનીમાં કામ કરતો હતો યુવાનના આપઘાત પાછળનુ કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.
