અધૂરા કામથી પ્રજા ત્રાહિમામ, ડાઇવર્ઝનમાં પાણીનો છંટકાવ ના થતા ધૂળધાણી
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠી છે લોકોની હેરાનગતિ ની સીમા હદ વટાવી ગઈ છે ગામના કોઈપણ કામ સુનેહ પૂર્વક થતા ના હોય લોકોમાં ભારોભાર રોસ ફેલાયેલો છે ઉપલેટા થી પાનેલી સુધી ના ઉબડ ખાબડ રસ્તા થી લોકો અને વાહન ચાલકો સાથે મુખ્ય રોડ ઉપરના વેપારીઓ સાવ પરેશાન હતા.
ત્યારે ઘણા વર્ષોની અકડામણ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા એ રોડ મંજૂર કરાવતા દૂર થવાની આશા બંધાઈ હતી અને પાનેલી માંથી પસાર થતો રોડ આરસીસી નું ખોદકામ પણ ચાલુ થયેલ એવામાં નળ કનેકશન લાઈનો સાથે ભૂગર્ભ ગટર ના ભૂંગળા નો પ્રશ્ન ઉદભવતા કોન્ટ્રાકટર અને ગ્રામ પંચાયત વચ્ચે પ્રશ્ન ઉભા થતા કામ અધ્ધવચ્ચે જ રોકી દેવામાં આવ્યું છે જેને લીધે અડધા ગામનો રસ્તો દોઢ દોઢ ફૂટ જેટલો ઊંડો ખોડાઈ ગયેલો એમનેમ રહી ગયેલ છે ગામમાં થી કોઈ વાહન પ્રસાર ના થઇ શકે એવી પોઝિશન ઉભી થતા ગ્રામજનો માં ભારે રોસ ફેલાયો છે.
આ અંગે આરએમડી વિભાગમાં વાત કરતા રૂૂબરૂૂ આવી પ્રશ્ન સોલ કરવાનું જણાવ્યું છે ગામના લોકોને બહાર જવા માટે જ્યાં વૈકલ્પિક ડ્રાંઇવર્ઝન આપેલ છે તે પણ ગામથી દૂર અને પાણીના છઁટાકાવ ના અભાવે ધૂળ ધૂળ છે મોટા વાહનો ની પાછળ કોઈ નાના વાહનો ચાલી શકતા નથી અને એમાં કોઈ ભયકંર અકસ્માત નો ભય સંભવે છે સાથેજ ડ્રાંઇવર્ઝન ના કોઈ સાઈન બોર્ડ ના મુકેલા હોય અજાણ્યા વાહન ચાલકો ને કઈ બાજુ વળવું એ મુશ્કેલી ઉભી થાય છે જેને લીધે એક ટેન્કર ગામમાં આવી જતા ખોદેલા રસ્તા માં ફસાઈ ગયેલ જેને જેસીબી ની મદદ થી કાઢવાની કોશિશ કરવા છતાં ટેન્કર વધુ ને વધુ અંદર ખૂંચતું હતું આવી ભયંકર પોઝિશન વચ્ચે ગ્રામજનો ની હાલાકી હોય તાકીદે કોઈ નિકાલ આવે તેવું આમ પ્રજા ઈચ્છી રહી છે.

