રાષ્ટ્રીય

મહિલા પ્રીમિયર લીગ-2025, 15 ડિસેમ્બરે બેંગલુરુમાં હરાજી

Published

on

આઇપીએલ 2025 પહેલા સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે બેંગલુરુમાં મિની ઓક્શન જોવા મળશે. આ વખતે આ હરાજી મહિલા પ્રીમિયર લીગ 2025 માટે હશે. આ લીગમાં 5 ટીમો રમે છે. BCCI ટૂંક સમયમાં હરાજીની યાદી પણ જાહેર કરશે.


આઇપીએલ બાદ હવે મહિલા પ્રીમિયર લીગની હરાજીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ડબલ્યુપીએલમાં 5 ટીમો રમે છે અને દરેક ટીમમાં છ વિદેશી ખેલાડીઓ સહિત 18 ખેલાડીઓ હોઈ શકે છે. તમામ ટીમોના પર્સમાં 15 કરોડ રૂૂપિયા છે. આ મહિનાની શરૂૂઆતમાં, ટીમોએ રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું હતું, જ્યાં ઘણી ટીમોએ તેમના કોર ગ્રુપને જાળવી રાખ્યું છે, કારણ કે આ વખતે મીની હરાજી યોજાવાની છે.


ESPN ક્રિકઈન્ફોના અહેવાલ અનુસાર, વુમન્સ પ્રીમિયર લીગ (ઠઙક)ની આગામી સિઝન માટે 15 ડિસેમ્બરે બેંગલુરુમાં મિની હરાજી યોજાશે. આ વખતે ઈંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટ, ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લી તાહુહુ, વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડીઆન્ડ્રા ડોટિન, ભારતના ઓલરાઉન્ડર સ્નેહ રાણા, લેગ સ્પિનર પૂનમ યાદવ અને બેટ્સમેન વેદા કૃષ્ણમૂર્તિ જેવા સ્ટાર ખેલાડીઓ હરાજીમાં જોવા મળશે. આ ઉપરાંત ટીમો ઘણા યુવા ખેલાડીઓ પર પણ નજર રાખવાની છે.


ગુજરાત જાયન્ટ્સની ટીમ સૌથી વધુ રૂૂ. 4.40 કરોડના પર્સ સાથે હરાજીમાં ઉતરશે. તેની ટીમમાં ફક્ત 4 સ્થાન બાકી છે. આવી સ્થિતિમાં તે મોટી બોલી લગાવતી જોવા મળી શકે છે. યુપી વોરિયર્સની ટીમના પર્સમાં પણ 3.90 કરોડ રૂૂપિયા છે. તે હરાજીમાં વધુમાં વધુ 3 ખેલાડીઓ ખરીદી શકે છે. તેણે કુલ 15 ખેલાડીઓને રિટેન કર્યા છે.


બીજી તરફ ગત સિઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આ વખતે કુલ 14 ખેલાડીઓને રિટેન કર્યા છે. હવે તેના પર્સમાં 3.25 કરોડ રૂૂપિયા બાકી છે અને તે વધુમાં વધુ 4 ખેલાડીઓ ખરીદી શકે છે. હવે મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં 2.65 કરોડ રૂૂપિયા બચ્યા છે. પરંતુ દિલ્હી કેપિટલ્સની ટીમે 14 ખેલાડીઓને જાળવી રાખ્યા છે અને હવે તેની પાસે માત્ર 2.5 કરોડ રૂૂપિયા બચ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version