ગુજરાત
દ્વારકા બંદરે દેશી દારૂના અડ્ડા પર મહિલાઓ ત્રાટકી
મહિલાઓ રણચંડી બની જનતા રેડ કરી પણ પોલીસ નિષ્ક્રીય હોવાના આક્ષેપ
કોડીનાર પંથકને દારૂૂના દુષણે અજગર ભરડો લીધો છે .દારૂૂના દુષણને ડામવા માટે પોલીસ તંત્ર સરેઆમ નિષ્ફળ ગયું છે અને કોડીનાર શહેર અને તાલુકામાં દરરોજ દારૂૂ પીને છાકટા બનેલા લોકોથી પ્રજાત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે કોડીનારના મૂળ દ્વારકા બંદરે તો દારૂૂના દુષણને ડામવા માટે ગામની મહિલાઓ રણચંડી બનીને મેદાનમાં આવી હતી પરંતુ દેશી દારૂૂ વેચનારા તત્વો તંત્રના ડર વગર બેફામ બન્યા છે મૂળ દ્વારકા બંદરે દેશી દારૂૂના વેચાણ બાબતે મહિલાઓ રણચંડી બનીને દારૂૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરી હતી આમ છતાં પણ પોલીસ તંત્ર દ્વારા મૂળ દ્વારકા બંદરે એક પણ દારૂૂના ધંધાથી સામે પગલા લીધા નથી.
કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા બંદરે દારૂૂ વેચનાર અને મહિલાની જનતા રેડ એ તો માત્ર ટ્રેલર છે પિક્ચર તો આખા કોડીનાર તાલુકામાં ફેલાયેલું છે કોડીનાર તાલુકાના ઘાટવડ, નગડલા, સુગાળા, જામવાળા ,મઠ ,બરડા પણાદર સહિતના ગામોમાં તો દેશી દારૂૂ બનાવવાની રીતસરની મીની ફેક્ટરીઓ ચાલે છે અને દરરોજનો હજારો લિટર દેશી દારૂૂનું ઉત્પાદન થાય છે ત્યારે ગુજરાતમાં દારૂૂબંધી છે પરંતુ કોડીનાર તાલુકામાં તો તેના ચિથરા ઉડી રહ્યા છે.