રાષ્ટ્રીય

CISFમાં જોવા મળશે ‘નારી શક્તિ’ પ્રથમ મહિલા બટાલિયનને મંજૂરી

Published

on

ખાસ તાલીમ આપવામાં આવશે, કાર્યવાહી શરૂ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકા વધારવાના હેતુથી એક ઐતિહાસિક નિર્ણય લેતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં પ્રથમ મહિલા બટાલિયન બનાવવાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને મહિલા સુરક્ષા કર્મચારીઓ માટે ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે
CISFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,CISF મહિલાઓ માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં સેવા કરવાનો એક લોકપ્રિય વિકલ્પ રહ્યો છે.


હાલમાં ઈઈંજઋમાં 7%થી વધુ મહિલાઓ કાર્યરત છે. મહિલા બટાલિયન બનવાથી દેશભરની યુવતીઓને ઈઈંજઋમાં જોડાવાની અને દેશની સેવા કરવાની પ્રેરણા મળશે. આ સાથે જ ઈઈંજઋમાં મહિલાઓને એક નવી ઓળક પણ મળશે.


CISFહેડક્વાર્ટરે આ નવી મહિલા બટાલિયન માટે ભરતી પ્રક્રિયા, તાલીમ અને હેડક્વાર્ટરનું સ્થળ નક્કી કરવાની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે.


આ બટાલિયનને ખાસ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ કમાન્ડો તરીકે ટઈંઙ સુરક્ષા, એરપોર્ટની સુરક્ષા અને દિલ્હી મેટ્રો રેલ સુરક્ષા જેવી વિવિધ ભૂમિકાઓ નિભાવી શકે.


CISFમાં મહિલા બટાલિયન બનાવવાનો પ્રસ્તાવ પહેલીવાર 53માં CISF દિવસના સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચના બાદ મૂકાયો હતો. હવે તેને મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં તેના પર કામ શરૂૂ કરવામાં આવશે. આ પગલું માત્ર CISFમાં જ નહીં પરંતુ સમગ્ર સુરક્ષા દળોમાં મહિલાઓની ભૂમિકાને મજબૂત કરશે અને તેમને એક નવી દિશા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version