ગુજરાત

ગીરગઢડામાં ગળું કાપી મહિલાની હત્યા, દાગીનાની લૂંટ

Published

on

દિવાળીના તહેવાર ટાણે હત્યાની ઘટનાથી પોલીસ માટે પડકાર, વાડીએ ભાથુ દેવા જતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઢીમ ઢાળી દીધું

ગીરગઢડાનાં આકોલાલી સીમ વિસ્તારમાં બપોર નાં બારેક વાગ્યા ના સમયે પતિ પુત્રને ભાથું દેવાં જતી 45 વર્ષની કોળી મહિલાને ધાબાવડ આકોલાલી ગાડાવટ રસ્તે કોઈ લુંટારા એ આંતરી ને ગળા ના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ગળુ કાપી નાખી મોતને ઘાટ ઉતારી ગળા, કાન, નાક, પગમા પહેરેલા સોના ચાંદી ના દાગીનાની લુંટ ચલાવી નાશી છુટતા સનસનાટી ફેલાઇ ગઇ છે અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. બનાવ ની મળતી માહિતી અનુસાર ગીરગઢડા તાલુકાનાં આંકોલાલી ગામે રહેતા અને. પાંજેરી ની સીમ કાકરિયા તળાવ નજીક આવેલી સીમ મા દશ વિધા જમીન ધરાવી શ્રમિક ખેડૂત જેઠાભાઈ દેવાયત ભાઈ વાજા પોતાના પુત્ર સાથે વાડીમાં વાવેતર કર્યું હોવાથી ત્યાં હોય પોતાની પત્ની રૈયાબેન વાજા (ઉ.વ 45)પોતાનાં ગામ માં આવેલ ઘરે થી બપોર નું ભોજન બનાવી ને બાર સાડા બાર વાગ્યે વાડી એ ભાથું દેવાં જતાં હતાં એ વખતે આકોલાલી થી ધાબાવડ જવાના જુના સીમ વિસ્તાર નાં અવવારૂૂ રસ્તે ધોળા દીવસે રૈયાબેન ને કોઈ અજાણ્યા શખ્સોએ રસ્તે આંતરી ને તીક્ષ્ણ હથીયાર વડે ગળા ના ભાગે હિંસક હુમલો કરીને ગળુ કાપી નાખી મોત ને ઘાટ ઉતારી દીધા હતા . રૈયાબેન વાજા એ પોતાના ગળામા પહેરેલ સોના નો હાર,કાન મા પહેરેલ સોનાની કડી, સોનાના ડેસકા નાકની કડી, પગના ચાંદીના છડા સહિત અંદાજીત બે લાખ નાં દાગીના પણ લુંટી હત્યારા નાશી છુટ્યા હતા.


આ બનાવ લૂંટનાં ઇરાદે હત્યા થયાની આશંકા હોવાનું જોવા મળ્યું હતુ વૃધાને ગળા ના ભાગે તેમજ અન્ય ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા ના નિશાન હોવાનું બહાર આવ્યું છે લાભુબેન ઉર્ફે રૈયાબેન નામની કોળી મહિલા લોહીલુહાણ હાલતમાં સીમ વિસ્તારમાં પડી હોવાની જાણ તેનાં પતિ પુત્ર સહિત ગ્રામજનો ને થતા અને ગીરગઢડા પોલીસને જાણ કરતા ગીરગઢડા પોલીસ તેમજ ઊના નાં ડીવાયએસપી એમ એફ ચૌધરી સહિત ગીર સોમનાથ જિલ્લા એલ સી બી, એસ ઓ જી, નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક મહિલા ની લોહીલુહાણ હાલતમા પડેલી લાશ નું નિરીક્ષણ કરેલ અને આજુ બાજુ ના વિસ્તાર નું પણ ઝિણવટ ભર્યું નિરીક્ષણ કર્યા બાદ મૃતક મહિલાના મૃતદેહ ને પી.એમ. માટે ગીરગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ હત્યા લુંટ કરવાનાં ઇરાદે થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં તારણ કાઢવામાં આવી રહ્યું હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે પરંતુ આ હત્યારા ઝડપાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે હાલ આકોલાલી ગામ ની સીમ માં પોલીસે સર્ચ ઓપરેશન દ્વારા હત્યારાઓનું પગેરું મેળવવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

મૃતક મહિલા રૈયાબેનને અલગ અલગ નામે બોલાવતા હતા તેમના પતિ જેઠાભાઈ વાઝાને ટુંકી જમીન આકોલાલી સીમમા આવેલ છે બે પુત્ર અને એક પુત્રી સંતાનમા હોય એક દિકરીનાં લગ્ન ખાપટ ગામે કરાયાં હતાં બે દિકરા જમીનમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા ગામજનોનાં જણાવ્યા અનુસાર જેઠાભાઈ નું પરીવાર તદન ભોળુ અને ભગત જેવુ હોય તેમના પરીવાર સાથે આવી ઘટના બનતા અરેરાટી પ્રસરી ગઇ છે આજુબાજુના ભાગે જમીનો પોતાના કાકા દાદાની આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version