મુળ રાજસ્થાનની વતની અને સુરતમાં રહી પરિવાર સાથે રાજકોટ એમ્બ્રોડરીનુ કામનું શોધવ નીકળેલી મહિલા ભુલથી રાજકોટના બદલે કેશોદ પહોંચી ગઇ હતી. જયા મહિલા ચાલુ ટ્રેને ઉતરવા જતા નીચે પટકાઇ હતી. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સુરતમાં રહેતી પ્રિતમબેન વિનોદભાઇ રાવત નામની 25 વર્ષની પરિણીતા કેશોદ રેલવે સ્ટેશન ખાતે હતી. ત્યારે અકસ્માતે ટ્રેન માંથી નીચે પટકાઇ હતી. ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં પ્રિતમબેન મુળ રાજસ્થાનની વતની છે અને હાલ સુરતમાં રહે છે.
પ્રિતમબેન એમ્બ્રોડરીનું કામ શોધવા ટ્રેનમાં બેસી રાજકોટ આવતી હતી. ત્યારે ભૂલથી રાજકોટના બદલે કેશોદ પહોંચી ગઇ હતી. જયા ટ્રેનમાંથી ઉતરવા જતા ટ્રેન ચાલુ થઇ જતા પ્રિતમબેન નીચે પટકાતા ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
