ગુજરાત
ખેતરમાં દવા છાંટતી વેળા ઝેરી અસરથી મહીલાનું મોત
સડોદર ગામે ખેતમજૂર મહિલાનો ભોગ લેવાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સડોદર ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી શ્રમિક મહિલાને ઝેરી દવાની અસર થતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ ની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી સુનિતાબેન ગોપાલભાઈ ઠાકોર નામની 21 વર્ષની પરપ્રાંતીય શ્રમિક યૂવતી, કે જે વાડીમાં તુવેરના ઉભા પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહી હતી, તે દરમિયાન ઝેરી દવાની અસર થતાં ઉલટીઓ થવા લાગી હતી. આથી તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ત્યાં સારવાર દરમિયાન તેણી નું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના સંબંધી મોહનભાઈ ધીરુભાઈ આદિવાસીએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.