ટંકારામાં મોબાઇલમાં મશગુલ મહિલાનું તાપણું કરતા દાઝી જવાથી મોત

મોબાઇલના કારણે અનેક વાર અકસ્માતની ઘટના બને છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે મોરબીના ટંકારામાં નસીબપર ગામે આવેલી ફેકટરીમાં તાપણુ કરતી વેળાએ…

મોબાઇલના કારણે અનેક વાર અકસ્માતની ઘટના બને છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે મોરબીના ટંકારામાં નસીબપર ગામે આવેલી ફેકટરીમાં તાપણુ કરતી વેળાએ મોબાઇલમાં મશગુલ મહિલાની સાડીનો છેડો અચાનક તાપણામાં અડી જતા ભડકો થયો હતો અને મહિલા આખા શરીરે ગંંભીર રીતે દાઝી ગઇ હતી. તેમને સારવાર માટે ખસેડાતા તેનુ મોત નીપજ્યુ હતું.

વધુ વિગતો મુજબ ટંકારાના નસીબપર ગામે આવેલી ગુંજન ફેક્ટરીમાં પતિ સાથે રહી કામ કરતી મુળ મધ્યપ્રદેશની આરતીબેન દશરથભાઇ કદમ (ઉ.વ.55) નામની મહિલા ગત તા.23ના રોજ કંપનીના રૂમમાં આવેલા ગેસમાં તાપણુ કરી રહી હતી ત્યારે મોબાઇલ પર વાતચીતમાં મશગુલ હતી અને અચાનક સાડીનો છેડી તાપણામાં અડી જતા તે આખા શરીરે દાઝી થઇ હતી અને તેમને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાય હતી. તેમની સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. તેમને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. આરતીબેનના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.