મહિલાની પિતરાઇ બહેને ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં ઉશ્કેરાયેલા મંગેતરે એસિડ ફેંકયું હતું : બનાવ હત્યામાં પલટાયો
શહેરની ભાગોળે આવેલા સોખડા ગામમાં રહેતી વર્ષાબેન ગોરીયા (ઉ.વ 34) નામની પરિણીતા પર સોખડા ગામમાં જ રહેતા પ્રકાશ સરવૈયા નામના શખસે એસિડ ફેંકતા મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ ઘટનામા વર્ષાબેનને વધુ સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવતા ત્યા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો આ ઘટનામા કુવાડવા પોલીસે અગાઉ આરોપી વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી . હવે આ ઘટનામા હત્યાની કલમનો ઉમેરો કરવામા આવશે.
આરોપી પ્રકાશનું સગપણ વર્ષાએ તેની પિતરાઈ બહેન પારસ સાથે કરાવ્યું હોય દરમિયાન આરોપીની મંગેતર પ્રેમ લગ્ન કરી ચાલી જતા આ બાબતનો ખાર રાખી ગઇ તા રર/1 નાં રોજ તે કયાં છે તે બાબતે વર્ષા જાણતી હોવા છતા કહેતી ન હોય તેવી શંકા રાખી તેણે એસિડ ભરેલી સ્ટીલની બરણી સાથે અહીં પરિણીતાના ઘરે ધસી આવી તેના પર એસિડ ફેંકયું હતું. મળતી વિગતો મુજબ, રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામમાં રહેતા વર્ષાબેન માધાભાઈ બોરીયા(ઉ.વ 34) નામની કોળી પરિણીતા પર અહીં સોખડા ગામમાં જ રહેતા પ્રકાશ પ્રવીણભાઈ સરવૈયા નામનો શખસ અહીં પરિણીતાના ઘરે એસિડ ભરેલી સ્ટીલની બરણી સાથે ધસી આવ્યો હતો અને બાદમાં તેણે પરિણીતા પર એસિડ ફેંકતા પરિણીતાના ચહેરાના ભાગે તથા શરીરના અન્ય ભાગે એસિડ ઉડતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ ઘટનામા મહીલાની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવી હતી જયા તેણીનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો.
એસિડ હુમલાની આ ઘટનાને લઇ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ બી.પી. રજયા સહિતનો સ્ટાફે જે તે સમયે પ્રકાશ વિરુધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.
ભોગ બનનાર વર્ષાબેને અગાઉ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના કાકાની દિકરી પારસબેનની સગાઈ આરોપી પ્રકાશ સાથે કરાવી હોય જે સગાઈ કરાવવામાં વર્ષાબેન મધ્યસ્થી રહ્યા હોય દરમિયાન પારસ અન્ય યુવક સાથે પ્રેમ લગ્ન કરી જતી રહી હતી. હાલ તે કયાં છે અને તેનું સરનામું જાણવા છતાં કહેતા ન હોવાની શંકા રાખી આરોપીએ તેની સાથે બોલાચાલી કરી એસિડ એટેક કર્યેા હતો.
આ ઘટનાને લઇ કુવાડવા રોડ પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી આરોપી સામે બીએનએસની કલમ 124(1), 333 મુજબ ગુનો નોંધી આરોપી પ્રકાશ સરવૈયાને ઝડપી લીધો હતો.