ગોંડલમાં સાયબર માફિયાઓના ત્રાસથી મહિલાનો આપઘાત

ગોંડલમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ઠગાઈનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદેશથી મોંઘી ભેટ-સોગાદો અને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી રૂૂ. 2,01,100ની ઠગાઈ આચરવામાં…

ગોંડલમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ઠગાઈનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદેશથી મોંઘી ભેટ-સોગાદો અને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી રૂૂ. 2,01,100ની ઠગાઈ આચરવામાં આવતા, સાયબર ફ્રોડનો ભોગ બનેલી 37 વર્ષીય પરિણીતાએ માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ઈન્ટરનેશનલ અને વોટ્સએપ નંબર ધરાવતા અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ આ ઘટના અંગે હિમેનભાઈ હેમંતભાઈ ઘેટીયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ, તેમની પત્ની નિમીષાબેન સાથે થોડા સમય પહેલાં ’ઝવયિફમ’ નામની સોશિયલ મીડિયા એપ્લિકેશન મારફતે અજાણ્યા શખસોએ સંપર્ક સાધ્યો હતો. બાદમાં વોટ્સએપ મેસેજ અને કોલ દ્વારા ગાઢ મિત્રતા કેળવીને આરોપીઓએ નિમીષાબેનને વિદેશથી કિંમતી ’ડાયમંડ નેકલેસ સેટ’ ગિફ્ટ તરીકે મોકલ્યો હોવાની ઝાંસાબાજી આપી હતી.

ત્યારબાદ પાર્સલનો ટેક્સ ચૂકવવા તેમજ “વિદેશથી આવેલા પાર્સલ અંગે તમારી સામે કાયદાકીય કેસ થશે અને તમે ફસાઈ જશો” તેવી ધમકીઓ આપી આરોપીઓએ સતત નાણાંની માંગણી ચાલુ રાખી હતી. ડરના માર્યા નિમીષાબેને પોતાના સોનાના દાગીના ગીરવે મૂકીને, ઘરના ઘરેણાં વેચીને તથા પિતા પાસેથી નાણાં મેળવીને અલગ-અલગ યુપીઆઈ આઈડી મારફતે કટકે-કટકે કુલ રૂૂ. 2,01,100 ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. આટલી રકમ મેળવ્યા છતાં આરોપીઓએ વધુ રૂૂપિયાની માંગણી ચાલુ રાખતાં અને સતત માનસિક ત્રાસ આપતાં, નિમીષાબેન ભારે માનસિક દબાણમાં આવી ગયા હતા. આખરે તા. 08/08/2026ના રોજ વહેલી સવારે તેમણે પોતાના ઘરના ગેસ્ટ રૂૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. મોબાઈલ ચેક કરતાં તથા બેંક સ્ટેટમેન્ટ મેળવતાં સમગ્ર સાયબર ફ્રોડનો ખુલાસો થયો હતો. આ અંગે ગોંડલ બી-ડિવિઝન પોલીસે નોંધી વધુ તપાસ પી.આઈ. જી.એસ. ગઢવીએ હાથ ધરી છે.