માલિયાસણમાં મહિલા ઉપર બે શખ્સોનો ધોકા વડે હુમલો

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામે રહેતી પરિણીતા ઉપર બે શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી…

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામે રહેતી પરિણીતા ઉપર બે શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામે રહેતી શહેનાઝબેન યુનુસભાઇ દલવાણી નામની 40 વર્ષની પરિણીતા રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં હતી ત્યારે એઝાઝ દલવાણી અને અબ્દુલ દલવાણીએ ઝઘડો કરી ધોકા વડે માર્યો હતો.

હુમલામાં ઘવાયેલી શહેનાઝબેન દલવાણીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કુવાડવા રોડ ઉપર આવેલી કંપનીમાં કામ કરતા ધનજરીભાઈ યાદવ નામના 50 વર્ષના આધેડ સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો આધેડને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.