Sports

ન્યૂઝિલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ગિલની વાપસી નક્કી, સુંદરને તક મળી શકે

Published

on

ગુરુવારે પુનામાં રમાશે બીજી ટેસ્ટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો 24 ઓક્ટોબરથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસિસોએશન સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં કીવી ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. તેવામાં ટીમ ઈન્ડિયાએ બીજી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જાણો બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.


ટેસ્ટ ટીમમાં ત્રીજા ક્રમે રમનાર ગિલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં બહાર રહ્યો હતો. તે બીમાર હતો. પરંતુ હવે તે ફિટ થઈ ગયો છે. પ્રથમ ટેસ્ટમાં ગિલની જગ્યાએ સરફરાઝ ખાનને સામેલ કરવામાં આવ્યો હતો. સરફરાઝે બીજી ઈનિંગમાં શાનદાર 150 રન ફટકાર્યા હતા. તેવામાં હવે ગિલની વાપસી કઈ રીતે થશે તેને લઈને સવાલ ઉભો થયો છે.


પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર બાદ બીસીસીઆઈએ અચાનક ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર કર્યો છે. સ્પિન ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરને બીજી ટેસ્ટ પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આર અશ્વિન સંપૂર્ણ રીતે ફિટ નથી. તેવામાં સાવચેતીના ભાગ રૂૂપે સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી ટેસ્ટમાં શુભમન ગિલની વાપસી નક્કી માનવામાં આવી રહી છે. તે ત્રીજા નંબરે રમતો જોવા મળશે. ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવની જગ્યાએ વોશિંગટન સુંદરને તક મળી શકે છે. તો કેએલ રાહુલને બહાર કરવામાં આવી શકે છે. તેવી પણ સંભાવના છે કે ભારત પુણે ટેસ્ટમાં ચાર બોલર સાથે ઉતરે. તેવામાં રાહુલ અને સરફરાઝ બંને અંતિમ ઈલેવનમાં હોઈ શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જાયસવાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ/વોશિંગટન સુંદર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version