ગુજરાતમાં કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાની હાકલ કર્યા બાદ હવે તેમણે ગુજરાત ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેમ આગામી 15 એપ્રિલે ફરી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાનું જાણવા મળે છ. અમદાવાદ ખાતે રાહુલ ગાંધી કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખો સાથ બેઠક કરનાર છે અને સંગઠનને વધુ મજબુત તથા સક્રીય બનાવવા અંગે વિચાર વિમર્શ કરનાર છે.
રાષ્ટ્રીય મુદ્દા અને ગુજરાતની લઈ રાજનીતિક સ્થિતિ પર ચર્ચા કરવા માટે સમગ્ર દેશના કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર છે. ઈતિહાસમાં છઠ્ઠી વખત ગુજરાતમાં આ કાર્યક્રમ થઇ રહ્યો છે.
ગુજરાત પ્રવાસ પૂર્ણ થયા બાદ તેઓ ફરી એકવાર ગુજરાત આવનાર છે. રાહુલ ગાંધી 15 એપ્રિલે ફરી ગુજરાત આવશે. આ દરમિયાન તેઓ જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈ બેઠક કરશે. આ સાથે ગુજરાત પ્રદેશના નેતાઓ અને જિલ્લા પ્રમુખો સાથે પણ ચર્ચા કરશે.

