‘બેબીડોલ’ની ભાવુક પોસ્ટથી ચર્ચા શરૂ
“બેબી ડોલ” અને “ચિટ્ટિયાં કલાઈયાં” જેવા અસંખ્ય સુપરહિટ બોલિવૂડ ગીતોથી દેશભરમાં જાણીતી બનેલી સિંગર કનિકા કપૂરે તેમના ઉદ્યોગપતિ પતિ ગૌતમ હથિરામાનીથી અલગ થવાની જાહેરાત કરીને ચાહકોને આઘાતમાં સરી પાડ્યા છે. લગ્નના ચાર વર્ષ બાદ આ દંપતીએ પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
કનિકાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરતા કનિકા કપૂરે લખ્યું, “પ્રિય મિત્રો અને પરિવારજનો, ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી, મેં અને મારા પતિએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે વિતાવેલા સમય માટે હું આભારી છું અને તેમના ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ પાઠવું છું. હું વિનંતી કરું છું કે આ મુશ્કેલ સમય દરમિયાન તમે અમારી અંગત ગોપનીયતા (પ્રાઈવસી)નું સન્માન કરો. સ્નેહ, કનિકા.”
સિંગરની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ અને તેમના પતિ ગૌતમ લગ્નના ચાર વર્ષ બાદ અલગ થઈ રહ્યા છે, જોકે તેમણે પોતાની પોસ્ટમાં ’છૂટાછેડા’ શબ્દનો ઉપયોગ કર્યો નથી અને અલગ થવા પાછળનું ચોક્કસ કારણ પણ જાહેર કર્યું નથી.
