ભાજપ – કોંગ્રેસ – AAPનો પ્રચાર પૂરજોશમાં: આગેવાનો – કાર્યકરોમાં હજુ પણ નારાજગી
2027 વિધાનસભાની ‘ફાઇનલ’ પૂર્વેના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ‘સેમિફાઇનલ’ માટે ભાજપ – કોંગ્રેસ માટે ‘એસિડ ટેસ્ટ’
દરેક ચૂંટણીમાં મતદારોનું મિજાજ ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારોના અકળ અંડરકરંટના પગલે હાલ મતદારોનો મિજાજ શું છે તે સમજવામાં રાજકીય પક્ષો પણ નિષ્ફળ નીવડ્યા છે. હાલ જે ગતિથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેનાથી રાજકીય પક્ષો તો સંતોષ માની લીધો છે પરંતુ ક્યાંકને ક્યાંક મતદારોને મનાવવામાં હાલ અનેકવિધ તકલીફોનો સામનો પણ પક્ષોએ કરવો પડ્યો છે તો બીજી તરફ સ્ટાર પ્રચારકો હાલ રાજકોટ ન આવતા હોવાથી સ્થાનિક ભાજપ પર ચિંતા ના વાદળો ઘેરાયા છે.
બેઠક વહેંચણીમાં થયેલા અન્યાય ના પગલે અનેકવિધ સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે અને કાર્યકરોમાં પણ નારાજગી પ્રવર્તી છે. જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર પ્રચાર પ્રસારમાં જે સ્થાનિક નેતાઓ છે તેઓ પણ હાલ સહભાગી થતા નથી અને આંતરિક ડેમેજ કંટ્રોલ કરવા માટે સ્થાનિક આગેવાનો દરેકને મનામણા કરી રહ્યા છે જેથી ચૂંટણી સમયે પક્ષ માટે વધુ કોઈ સમસ્યા ઊભી ન થાય પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લેતા એ વાત તો સ્પષ્ટ છે કે આગામી 2027ની વિધાનસભા ચૂંટણી ફાઇનલ છે અને તેનો સેમિફાઇનલ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમાં ભાજપ અને કોંગ્રેસની સાતો સાત આમ આદમી પાર્ટી માટે એસિડ ટેસ્ટ સાબિત થશે.
હાલ છે સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં દરેક સમાજના લોકો અને મતદારો ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેઓને આકરા પ્રશ્નો પૂછી રહ્યા છે કારણ કે સત્તાધારી ભાજપ પાર્ટીના ચૂંટાયેલા નગર સેવકો ભૂતકાળમાં પણ કોઈ યોગ્ય કામગીરી કરી શક્યા નથી અને જે જે વિકટ સમસ્યાઓ જોવા મળી હતી તેમાં પણ તેઓ નિવારવામાં નિષ્ફળ રહ્યા છે. રાજકીય વર્તુળોના જણાવ્યા અનુસાર અણધાર્યા પરિણામ પણ ચૂંટણીમાં આવી શકે તેમ છે અને ટોચના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે.
નગરપાલિકાની સાથોસાથ મહાનગરપાલિકા અને તાલુકા ની સાથે જિલ્લા પંચાયતની ચૂંટણી ની વાત કરવામાં આવે તો 2027 રાજકીય પક્ષો માટે ફાઇનલ મેચ છે. ત્યારે કયો પક્ષ ફાઇનલમાં દાવેદારી મજબૂત બનાવશે તે માટે હાલ ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સેમીફાઈનલ સાબિત થશે. 2021 માં ભાજપનું સ્થાનિક ચૂંટણીઓમાં સ્ટીમ રોલર ફર્યું હતું અને વિરોધ પક્ષનું નામો નિશાન પણ રહેવા દીધું ન હતું ત્યારે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું થશે તેના પર દરેકને મીટ મંડાયેલી છે. મહાનગરોમાં ભાજપનો યથાવત રહ્યો હતો પરંતુ જિલ્લા પંચાયતમાં ભાજપને 45% અને કોંગ્રેસને 49% મત મળ્યા હતા તો તાલુકા પંચાયતમાં ભાજપને 44% અને કોંગ્રેસના 47% મત મળ્યા હોવાનું પણ માલુમ પડ્યું.
કોંગ્રેસ અને ભાજપ પક્ષના કાર્યકરો પણ કહી રહ્યા છે કે લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. દર વખતે ભાજપ વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના નામે મત લેવા લોકો વચ્ચે પહોંચી રહ્યા છે પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. હાલ છે પ્રચાર પ્રસાદ થઈ રહ્યો છે તેમાં અત્યાર સુધીમાં જે ગ્રાઉન્ડ રિયાલિટી સામે આવી છે તે કંઈક અલગ જ છે. હાલ રાજકીય પક્ષો દ્વારા ડિજિટલ પબ્લિસિટી અને માર્કેટિંગ કરવાનું પણ શરૂૂ કરી દીધું છે જેથી મતદારોને સતત હેમરીંગ કરવામાં આવે.
મતદારોનો મિજાજ ઓળખવામાં રાજકીય પક્ષોમાં ગડમથલ
મતદારોનો મિજાજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓળખવામાં રાજકીય પક્ષોમાં ગડમથલ જોવા મળી છે . હાલ મતદારો કઈ દિશામાં વિચારી રહ્યા છે તેનો તાગ મેળવવામાં ભાજપ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી મથામણ કરી રહી છે પરંતુ હજુ સુધી તે અંગે કોઈ સ્પષ્ટ ચિત્રો સામે આવ્યા નથી. રાજકીય વર્તુળોના જણાવ્યા અનુસાર હાલ મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોનો મિજાજ ઓળખવો પણ એટલો જ જરૂૂરી છે. આ વખતે ક્રોસ વોટિગ થવાની શકયતાઓ જોવા મળી છે.
ગરમી અને વેકેશન પણ મતદાનને પહોંચાડશે અસર
હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારથી ભારે ગરમી પડવાની શક્યતા સેવાઈ છે. તો સાથોસાથ વેકેશનના કારણે ઘણા ખરા મતદારો બહાર ફરવા નીકળી ગયા છે જેથી મતદાનને તેની સીધી જ અસર પહોંચશે. ઘણા ખરા વોર્ડમાં વિવિધ સમાજના લોકો ભાજપ તરફી મતદાન ન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે જો તે વાત સાચી હોય તો તે મત કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી કોને જશે તે હવે જોવાનું રહ્યું. પરંતુ એ વાત તો સાચી છે કે ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપૂર્ણપણે એસીડીટેસ્ટ સાબિત થશે
સ્થાનિક સમસ્યાઓનું નિવારણ ન આવતાં ભાજપના ઉમેદવારો પર સ્થાનિકોનો રોષ
સ્થાનિક સમસ્યાઓ નિવારવામાં ગત ટર્મના ઉમેદવારો સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે અને તે બાબતે સ્થાનિક લોકોમાં પણ નારાજગી જોવા મળી છે ત્યારે પરિવર્તન કે પછી યથાવત સ્થિતિજ જાળવવામાં આવશે તે અંગે ઘણા ખરા પ્રશ્નોભા થયા. બીજો સૌથી મોટો મુદ્દો એ પણ છે કે હાલ કોંગ્રેસ પાસે પણ એવો સક્ષમ ચહેરો નથી કે જે પ્રજા પ્રશ્નોનું નિવારણ લાવી શકે તો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા બફાટના કારણે લોકો પણ તેના પર ભરોસો મૂકી શકતા નથી ત્યારે માત્ર અને માત્ર જો કોઈ વિકલ્પ હોય તો તે ભાજપ જ રહ્યો ત્યારે મતદાન અને ચૂંટણી પરિણામ તમામ પ્રશ્નો પર પૂર્ણવિરામ મૂકી દેશે તે હવે જોવાનું રહ્યું.

