એમેઝોન ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તેમનો ’એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026’ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને સફળ શોપિંગ ઇવેન્ટ બની ગયો છે. શરૂૂઆતના તબક્કામાં જ પ્લેટફોર્મ પર 44 કરોડથી વધુ (440 મિલિયન) મુલાકાતો નોંધાઈ હતી, જે એમેઝોન ઇન્ડિયાના ઇતિહાસમાં સૌથી વધુ છે. ગ્રાહકો દ્વારા ઓર્ડર કરાયેલા ઉત્પાદનોમાં વાર્ષિક ધોરણે 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
વિશેષ વાત એ છે કે, 72 ટકાથી વધુ મુલાકાતીઓ ભારતના ટોચના 9 મેટ્રો શહેરોની બહારના એટલે કે નાના શહેરો અને નગરોમાંથી આવ્યા હતા, જે દર્શાવે છે કે સમગ્ર ભારત હવે ડિજિટલ શોપિંગ તરફ વળી રહ્યું છે. પ્રથમ વખત એમેઝોન પર ખરીદી કરનારા નવા ગ્રાહકોની સંખ્યામાં પણ લગભગ 100 ટકાનો વધારો થયો છે, જ્યારે શોપિંગ એપના ડાઉનલોડ્સ સામાન્ય દિવસ કરતાં પાંચ ગણા વધુ નોંધાયા છે.
આ તહેવારી સેલ વિક્રેતાઓ માટે પણ મોટી ઉજવણી બની રહ્યો છે. પ્રથમ 24 કલાકમાં જ વિક્રેતાઓએ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં બમણાથી વધુ ઓર્ડર મેળવ્યા છે. સૌંદર્ય પ્રસાધનો (બ્યુટી કેટેગરી)ના વિક્રેતાઓને સાત ગણો, કિચન વેરના વિક્રેતાઓને 4.2 ગણો અને વાયરલેસ પ્રોડક્ટ્સના વિક્રેતાઓને 3.4 ગણો વધુ ઓર્ડર મળ્યો છે. એક કરોડ રૂૂપિયાથી વધુનું વેચાણ કરનારા વિક્રેતાઓની સંખ્યામાં 80 ટકાનો વધારો નોંધાયો છે.
ગ્રાહકોની સુવિધા માટે પેમેન્ટ વિકલ્પોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. દર ત્રણમાંથી એક ગ્રાહકે તેમની મોટી ખરીદી માટે EMIનો વિકલ્પ પસંદ કર્યો છે. એમેઝોન પે લેટરના ઉપયોગમાં બમણો વધારો થયો છે અને યુપીઆઈના માધ્યમથી દર ચારમાંથી એક ગ્રાહકે ડિજિટલ પેમેન્ટ કરીને સુરક્ષિત વ્યવહારો કર્યા છે.
વિવિધ પ્રોડક્ટ કેટેગરીમાં પણ જબરદસ્ત માંગ જોવા મળી રહી છે. સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે,Apple iPhone 16, Samsung Galaxy S25 Ultra, અને અન્ય પ્રીમિયમ એન્ડ્રોઇડ ફોનની માંગમાં 70 ટકાનો વધારો થયો છે. લેપટોપમાં ખફભઇજ્ઞજ્ઞસ ગયજ્ઞ નું વેચાણ સામાન્ય દિવસ કરતાં 65 ગણું વધુ નોંધાયું છે.
લોકો તેમના ઘરને અપગ્રેડ કરવા માટે 55 ઇંચ કે તેથી વધુની મોટી ટીવી સ્ક્રીન, વોશિંગ મશીન અને ફ્રિજની મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. ફેશન અને બ્યુટી સેગમેન્ટમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે; દર સેક્ધડે સાત જોડી જૂતાં વેચાઈ રહ્યા છે અને શરૂૂઆતના 12 કલાકમાં ખરીદાયેલી દર ચારમાંથી એક પ્રોડક્ટ બ્યુટી પ્રોડક્ટ હતી. એમેઝોન નાઉ દ્વારા 120 થી વધુ શહેરોમાં લાખો ઉત્પાદનોની મિનિટોમાં જ ડિલિવરી કરવામાં આવી રહી છે, જે આ વર્ષના ઉત્સવને ગ્રાહકો માટે વધુ ખાસ અને લાભદાયી બનાવે છે.
ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા બે દી’માં 24,000 કરોડનું વેચાણ
ક્ધસલ્ટન્સી ફર્મ રેડસીર સ્ટ્રેટેજી ક્ધસલ્ટન્ટ્સના જણાવ્યા અનુસાર, ઓર્ડર વોલ્યુમમાં વૃદ્ધિને કારણે ઈ-કોમર્સ કંપનીઓએ તહેવારોની મોસમના વેચાણના પહેલા બે દિવસમાં લગભગ ₹24,000 કરોડનો માલ વેચ્યો હોવાનો અંદાજ છે, જેમાં મૂલ્યની દ્રષ્ટિએ મોબાઇલ ફોનનો હિસ્સો સૌથી મોટો છે. ક્ધસલ્ટન્સી ફર્મનો અંદાજ છે કે ખરીદદારોએ એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, અજિયો અને અન્ય ઘણા માર્કેટપ્લેસ સહિત તમામ પ્લેટફોર્મ પર લગભગ 8-9 કરોડ ઓર્ડર આપ્યા છે.
