ભરૂૂચ જિલ્લાના દહેજ પંથકમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર બનાવથી ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક પરિણીતાએ પ્રેમસંબંધ બાંધવા ઇન્કાર કરતા આરોપીએ પીડિત પરિવારને તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી અને ત્યારબાદ 2 વર્ષની બાળકીને નિશાન બનાવી હતી. આંગણે રમતી બાળકીનું અપહરણ કરીને રૂૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.
પાડોશમાં રહેતા 35 વર્ષીય શખ્સે બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો અને તેને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચાડ્યાનો આક્ષેપ છે. ઘટના દરમિયાન બાળકીના રડવાનો અવાજ તેની માતાને સંભળાતા તે તાત્કાલીક આરોપીના રૂમ તરફ દોડી હતી.
માતાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થયા હતા અને આરોપીને પકડી પોલીસને સોંપ્યો બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ દહેજ પોલીસને સોંપ્યો હતો.
બીજી તરફ, બાળકીના ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે બાળકીના પરિવારજનોમાં ભારે આઘાત અને આક્રોશ ફેલાયો હતો.
દહેજ પોલીસે 35 વર્ષીય સુરેન્દ્રકુમાર નામના આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં વધુ તપાસ અને પૂછપરછ માટે કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
બે વર્ષની માસૂમ બાળકી સાથે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. પોતાની પીડા શબ્દોમાં વ્યક્ત કરી શકે તેવી ઉંમર પણ ન ધરાવતી બાળકી સાથે બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ તપાસ દરમિયાન ઘટનાની વધુ વિગતો અને પુરાવા સામે આવે તેવી શક્યતા છે.
