Site icon Gujarat Mirror

ચોમાસામાં સ્વાસ્થ્ય સારું રાખવા કયા પ્રકારના ખોરાક ખાવા જોઈએ

પ્રત્યેક ઋતુ સાથે ખોરાકનું આગવું મહત્ત્વ જોડાયેલું છે. જેમ સિઝન બદલાય તેમ વ્યક્તિની ખાણીપીણીમાં પણ ફેરફાર થાય છે. ખાસ કરીને ચોમાસાના ચાર માસ દરમિયાન ખોરાકને લઈને દરેક વ્યક્તિ સચેત રહે છે, પરંતુ ઘણીવાર એ વાતનું ધ્યાન નથી રહેતું કે વરસાદી મોસમમાં કેવા ફૂડનો લુપ્ત ઉઠાવવો જોઈએ. ચોમાસામાં વરસાદમાં પલળીને ગરમ-ગરમ ચા પીવાનો આનંદ થતો હોય છે. એટલું જ જોખમ બીમારીઓ વધવામાં પણ રહેલું હોય છે. અનેક પ્રકારની બીમારી સામે રક્ષણ મેળવવાનો રામબાણ ઇલાજ યોગ્ય ખોરાક છે.

ચોમાસાની સિઝન એટલે બીમારીની સિઝન. આ ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ અને ઇન્ફેક્શન લાગવાનો ભય રહેતો હોય છે, પરંતુ જો પહેલેથી જ સચેત થઈને રોજિંદી જીવનશૈલીમાં યોગ્ય આહારનો સમાવેશ કરો તો બીમારીની શક્યતા નહિવત્ થઈ જાય છે. જેમ કે ચોમાસામાં પ્રોટીન યુક્ત આહારનું મહત્ત્વ વધારે છે. તો સાથે ઉકાળા પીવાથી અનેક સમસ્યાઓનું સમાધાન થાય છે. તાજા ફળ, પ્રોબાયોટિકસ મળી રહે તેવા આહાર લેવા જરૂૂરી છે, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેમ ચોમાસામાં સ્વાસ્થ્ય માટે શું ખાવું જેટલું જરૂૂરી છે તેટલું જ મહત્ત્વનું શું ના ખાવું છે. જો આ વિશે વિસ્તૃત ચર્ચા કરીએ તો કેવો ખોરાક લેવો અને કેવો ના લેવો.
ચોમાસામાં કેટલીક વસ્તુઓ હંમેશા ટાળવી જોઈએ. કેટલાક શાકભાજી એવા હોય છે જેનું સેવન તમારે વરસાદની ઋતુમાં બિલકુલ ન કરવું જોઈએ.

વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળું હોય છે.ચોમાસામાં પાચનતંત્ર નબળું પડી જાય છે. અને પાચનની તકલીફ થવા લાગે છે. વરસાદ સાથે ઘણી બધી બીમારી પણ આવે છે જેમ કે શરદી, મેલેરિયા, ડેન્ગ્યુ, ડાયેરિયા, ન્યૂમોનિયા, તાવ વગેરે. મોનસૂન એ મચ્છરના બ્રિડીંગનો પ્રાઇમ ટાઇમ છે, જે આપણી આસપાસના વિસ્તારોને, ખાસ કરીને પાણીને બહુ ઝડપથી દૂષિત કરે છે. તદુપરાંત, ક્યારેક ગરમ અને ક્યારેક ઠંડું હોવાથી ચોમાસું ટેમ્પરેચરમાં પણ ફેરફાર લાવે છે. આ પરિબળોને લીધે શરીર એવું કોમ્પ્રોમાઇઝ્ડ બની જાય છે, કે તે સહેલાઇથી બીમારીમાં સપડાય છે. એટલે બ્લિસફુલ વરસાદનો આનંદ માણતી વખતે રોગોથી બચવા માટે હેલ્ધી અને ઇમ્યુનિટી બૂસ્ટ કરતો ખોરાક લેવો એ આપણા માટે ખૂબ જ ક્રુશિયલ બની જાય છે. આવો જોઈએ કે આ સિઝનમાં શું શું ખાવું જોઈએ:

ચોમાસામાં કયા પ્રકારનો ખોરાકના ખાવો જોઈએ

– પાંદડાવાળા શાકભાજી ન ખાશો
વરસાદની ઋતુમાં પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. પાંદડાંમાં જાણી જીવાત પણ હોય છે જેથી ચેપ લાગવાનો ખતરો વધી જાય છે અને શાકભાજીમાં કૃમિ થવાની સંભાવના પણ વધી જાય છે. જો તમે આવું શાક ખાશો, તો તમે બીમાર પડી શકો છો.

– મસાલેદાર ખોરાક ન ખાવો
ચોમાસામાં મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ કારણ કે વધુ પડતું તળેલું, ખારું ખોરાક ખાવાથી તમારું પાચનતંત્ર બગડી શકે છે અને તમને ગેસ, પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.

– આ સીઝનમાં મશરૂૂમ પણ ભૂલથી ન ખાવા જોઈએ. આમ તો મશરૂૂમ ભેજવાળી જમીનમાં જ વધુ સારા ઉગે છે. પરંતુ જો વાતાવરણમાં ભેજ હોય તો તેમાં અનેક પ્રકારના જર્મ્સ પેદા થાય છે.

– જંકફૂડ અને લારી પર મળતા ચાટ એને પાણીપૂરીના ખાવી. કેમકે આવે ખોરાક કોલેરા, મલેરિયા જેવા રોગ આપી શકે છે.

– વાસી ખોરાકની ખાવો. ગેસ થાય તેવો ખોરાકના ખાવો.

ચોમાસામાં શુ ખાવું જોઈએ

– લસણ અને આદુ: તમારા ડેઇલી ભોજનમાં લસણ અને આદુ ઉમેરવાનો પ્રયાસ કરો કારણ કે તે બંનેમાં ઇમ્યુનિટી બૂસ્ટિંગ ગુણધર્મો ભરપૂર છે. લસણમાં સલ્ફર ધરાવતા કંપાઉન્ડ્સનો સમાવેશ થાય છે અને આદુ જિંજરોલના રૂૂપમાં હીટ ધરાવે છે. તે બંને ઇમ્યુનિટી માટે ખૂબ સારા છે. વધુમાં, લસણ બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ સામે લડે છે અને વાયરસ સામે લડવા શરીરમાં ટી-સેલ્સ વધારે છે.

-હળદર: હળદર-ટર્મેરિકનું મુખ્ય કંપોનન્ટ કર્ક્યુમિન એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ, એન્ટી-ફંગલ અને એન્ટી વાયરલ છે જે શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે.

-વિટામિન સી થી સમૃદ્ધ ફળો અને શાકભાજી: વિટામીન સી થી સમૃદ્ધ શાકભાજીમાં રેડ બેલ પીપર, લીંબુ વગેરેનો સમાવેશ થાય છે, પણ સાથે એન્ટીઑકિસડન્ટ્સ અને બીટા કેરોટીન પણ શરીરની ફાઇટિંગની એબિલિટી વધારવામાં મદદ કરે છે. નારંગી, કિવી, મોસંબી અને પપૈયા જેવાં ફળો ચેપી રોગો સામે લડવા માટે જરૂૂરી શ્વેતકણો-વ્હાઇટ સેલ્સના ઉત્પાદનમાં મદદ કરે છે. આપણું શરીર વિટામિન સી પેદા કે સંગ્રહ નથી કરતું તેથી, વિટામિન સીથી ભરપૂર એવા ખોરાકનો દૈનિક ધોરણે ઉપયોગ કરવો આપણા માટે જરૂૂરી છે.

– ડ્રાય ફ્રૂટ્સ: બદામ-આલમંડ્સ, એપ્રિકોટ-જરદાળુ, મગફળી અને ખજૂર-ખારેક જેવા ડ્રાય ફ્રૂટ્સ મહત્વપૂર્ણ વિટામિન્સ અને ખનિજોથી ભરેલા હોય છે જે ઇમ્યુનિટી માટે જરૂૂરી હોય છે.

-લીલી ચા અથવા હર્બલ ટી: આ ચામાં પોલીફિનોલ્સ હોય છે જે એક પ્લાન્ટ બેઝ્ડ એન્ટીઑકિસડન્ટ છે જે ઇમ્યુનિટીને મજબૂત કરતી અસર કરે છે. લવિંગ, તજ, આદુ અને મરી સાથે લીલી ચા પણ તમારી ઇમ્યુનિટીને વેગ આપી શકે છે.

– તુલસી: તુલસીમાં એવા કંપોનન્ટ શામેલ છે જે બેક્ટેરિયા અને ફૂગના ચેપ સામે લડે છે. એક કપ ગરમ તુલસી ચા તમારું એકંદર ડિફેન્સ મિકેનિઝમ સુધારવા માટે મદદ કરી શકે છે.

Exit mobile version