ગાંજાના કેસમાં અમે બહુ ઉદાર વલણ રાખી જામીન આપીએ છીએ: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે ગાંજા સંબંધિત નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોરૂકિ સબસ્ટન્સ એક્ટ (NDPS એક્ટ) હેઠળના કેસોમાં જામીનની અરજીઓ પર વિચાર કરતી વખતે તે…

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે ગાંજા સંબંધિત નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોરૂકિ સબસ્ટન્સ એક્ટ (NDPS એક્ટ) હેઠળના કેસોમાં જામીનની અરજીઓ પર વિચાર કરતી વખતે તે “ખૂબ જ ઉદાર” અભિગમ અપનાવે છે. ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને પી.બી. વરાલેની બેન્ચે ’મોટા જથ્થામાં’ ગાંજો જપ્ત કરવાના કથિત NDPS કેસના આરોપી બિશ્વનાથ મંડલ દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીનની અરજી પર સુનાવણી કરતી વખતે આ મૌખિક ટિપ્પણી કરી હતી.

બેન્ચે મંડલની ધરપકડ પૂર્વેના જામીન (આગોતરા જામીન) માટેની અરજી ફગાવી દીધી હતી અને તેમને શરણાગતિ સ્વીકારીને નિયમિત જામીન માટે અરજી કરવા કહ્યું હતું. બેન્ચે એવો સંકેત પણ આપ્યો હતો કે જો ટ્રાયલ કોર્ટ તેમની નિયમિત જામીનની અરજી ફગાવી દે, તો તેઓ રાહત માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.
બેન્ચે કહ્યું, “જામીન માટે આવો, અમે તમને જામીન આપીશું. જુઓ, જ્યારે ગાંજાની વાત આવે છે ત્યારે અમે ખૂબ ઉદાર હોઈએ છીએ. જ્યારે પણ આવો મામલો અમારી પાસે આવે છે, ત્યારે અમે જામીન આપીએ છીએ. ટ્રાયલ કોર્ટમાંથી નિયમિત જામીન અરજી નામંજૂર કરાવો અને અહીં આવો; અમે તમને જામીન આપીશું, કોઈ સમસ્યા નથી.”