મહારાષ્ટ્રની રાજધાનીમાં ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં 16 દિવસ વહેલું આવી ગયું છે, અને હવામાન વિભાગે સમગ્ર મુંબઈને રેડ એલર્ટ પર મૂક્યું છે. શહેરના કેટલાક ભાગોમાં 200 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ જતા સવારે ઓફિસે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો શહેરના ઘણા ભાગોમાં લોકલ ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. આ ઉપરાંત મુખ્ય માર્ગો પર પણ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો .
માયાનગરી મુંબઇ જળબંબાકાર, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ

