બિહારમાં આરજેડીની ‘રાજભવન કૂચ’ રોકવા વોટર કેનનનો ઉપયોગ: તેજસ્વીની અટકાયત

બિહારમાં પેપર લીક, વિદ્યાર્થી આંદોલન અને બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવની આગેવાની હેઠળ આરજેડીનો ’રાજભવન કૂચ’ પોલીસ કાર્યવાહી બાદ અસ્તવ્યસ્ત બન્યો. જેપી…

બિહારમાં પેપર લીક, વિદ્યાર્થી આંદોલન અને બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવની આગેવાની હેઠળ આરજેડીનો ’રાજભવન કૂચ’ પોલીસ કાર્યવાહી બાદ અસ્તવ્યસ્ત બન્યો. જેપી ગોલંબરથી શરૂૂ થયેલી કૂચમાં હજારો પક્ષના કાર્યકરો તેજસ્વી યાદવ સાથે જોડાયા. કૂચને રોકવા માટે પોલીસે ડાકબંગલા ક્રોસિંગ પર બેરિકેડ લગાવ્યા હતા, પરંતુ તેજસ્વી અને તેમના સમર્થકો બેરિકેડ તોડીને આગળ વધ્યા. ત્યારબાદ, પોલીસે ભીડને વિખેરવા માટે ઇન્કમ ટેક્સ ક્રોસિંગ પર વોટર કેનનનો ઉપયોગ કર્યો. આ કાર્યવાહી બાદ, તેજસ્વી યાદવને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

અટકાયત દરમિયાન, તેમણે કહ્યું કે તેઓ જેલ જવાથી ડરતા નથી. તેજસ્વીએ ટિપ્પણી કરી, “આપણા ભગવાન કૃષ્ણનો જન્મ પણ જેલમાં થયો હતો. રાજભવન કૂચ માટે રાજદના સાંસદો, ધારાસભ્યો, એમએલસી, વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો જેપી ગોલંબર ખાતે એકઠા થયા હતા. કૂચ શરૂૂ કરતા પહેલા, તેજસ્વી યાદવે લોકનાયક જયપ્રકાશ નારાયણને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેઓ પાર્ટી કાર્યકરો સાથે રાજભવન તરફ રવાના થયા. પોલીસે ડાકબંગલા ક્રોસિંગ પાસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી, મોટી સંખ્યામાં કર્મચારીઓ તૈનાત કર્યા હતા અને બેરિકેડ્સ ઉભા કર્યા હતા. અહીં જ કૂચને આગળ વધતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ડાકબંગલા ક્રોસિંગ પર પોલીસ બેરિકેડ્સ હોવા છતાં, તેજસ્વી યાદવ અને આરજેડી કાર્યકરો આગળ વધતા રહ્યા. ત્યારબાદ પોલીસે તેમને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો. આ કાર્યવાહી બાદ, તેજસ્વી યાદવને કસ્ટડીમાં લેવામાં આવ્યા. તેજસ્વી યાદવની આગેવાની હેઠળની કૂચમાં આરજેડી સાંસદ મીસા ભારતીએ પણ ભાગ લીધો હતો. વિદ્યાર્થી વિરોધ દરમિયાન કથિત એકે-47 ફાયરિંગ અંગે તેજશ્વી યાદવે સરકારને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકારે જાહેર કરવું જોઈએ કે વિદ્યાર્થીઓ પર એકે-47 ફાયર કરવાનો આદેશ કોણે આપ્યો હતો.