ગુજરાત

વાવ બેઠક પર જામશે રાજપૂત VS ઠાકોરનો જંગ!! કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા તો ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી

Published

on

વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે. આ બેઠક પર ઠાકોર વર્સીસ રાજપૂતની લડાઈ જામશે. આ બેઠક પર બંને પક્ષે છેલ્લા દિવસે ઉમેદવારોના નામ જાહેર કાર્ય હતા. આજે ઉમેદાવરી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ત્યારે કોંગ્રેસે આ બેઠક પર ગુલાબસિંહ રાજપુરના નામની જાહેરત કરી હતી. ત્યારે ભાજપમાં થોડા સમય પહેલા સુધી અસમંજસ જોવા મળી હતી ત્યારે હાલ ભાજપ દ્વારા આ બેઠક પર સ્વરૂપજી ઠાકોરના નામ પર મહોર લગાવામાં આવી છે

ભાજપે વાવા બેઠક માટે સ્વરૂપજી ઠાકોરના નામની જાહેરાત કરી છે. આ બેઠક પર પીરાજી ઠાકોરના નામ પર પણ ચર્ચા થઇ હતી. પીરાજી ઠાકોર બાંસ બેંકમાં ડાયરેક્ટર છે. રવરૂપજી ઠાકોર ગટ ચૂટણીમાં વાવ બેઠક પરથી લડ્યા હતા.

સ્વરૂપજી ઠાકોર ગત વર્ષે વાવ બેઠક પરયોજાયેલી વિધાનસભાની ચૂટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યા હતા. જેમાં તેમની હાર થઇ હતી. આ ઉપરાંત સ્વરૂપજી ઠાકોર ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version