આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ બાદમાં ચિત્ર સ્પષ્ટ થશે
વાંકાનેર નગરપાલિકા ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને કુલ 53 ફોર્મ ભર્યા હતા જે પૈકી આજે ફોર્મ ચકાસણી દરમિયાન સાત ફોર્મ રદ કરવામાં આવતા હવે 46 ઉમેદવારો મેદાનમાં જોવા મળે છે.
વાંકાનેર નગરપાલિકા ચુંટણીમાં ફોર્મ ભરવામાં આવ્યા બાદ આજે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી જે ચકાસણી દરમિયાન ભાજપના એક સહીત કુલ સાત ફોર્મ રદ કરવામાં આવ્યા હતા અને 46 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે જેથી મંગળવારે ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

