ગુજરાત

વાંકાનેર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારો બિનહરીફ

Published

on

જોઇન્ટ સેક્રેટરી પદ માટે ફોર્મ પરત નહીં ખેંચાતા 20મીએ ચૂંટણી

વાંકાનેર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી પદના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા આ તમામ પદો પર બિનહરીફ ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં એકમાત્ર જોઈન્ટ સેક્રેટરી પદ માટે ફોર્મ પરત ન ખેંચાતા આગામી તા. 20 ના રોજ ચૂંટણી યોજવામાં આવશે.બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીમાં કુલ 18 ઉમેદવારો પૈકી 12 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.

જેથી બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુનિલભાઈ મેહતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી તરીકે ફારૂૂકભાઈ ખોરજીયા, ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે ફક્ત જોઈન્ટ સેક્રેટરી પદ માટે મીનાક્ષીબેન વોરા અને સીરાકમુદીન શેરસિયા બે ઉમેદવારો બાકી રહેતાં આગામી તા.20 ડિસેમ્બરના રોજ તેના માટે ચૂંટણી યોજાશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version