વિરાટ સિંહ, સૈયદ મુશ્તાકઅલી ટ્રોફીનો નંબર વન બેટર બન્યો

99 મેચમાં 1 સદી, 21 ફિફટીની મદદથી 2978 રન બનાવ્યા ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી20 ટુર્નામેન્ટને પોતાનો નવો હાઇએસ્ટ રન-સ્કોરર…

99 મેચમાં 1 સદી, 21 ફિફટીની મદદથી 2978 રન બનાવ્યા

ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી20 ટુર્નામેન્ટને પોતાનો નવો હાઇએસ્ટ રન-સ્કોરર મળ્યો હતો. કર્ણાટક સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઝારખંડે 175 રન ચેઝ કરીને 7 વિકેટે મેચ જીતી હતી. આ મેચમાં 28 વર્ષના ડાબોડી બેટર વિરાટ સિંહે 34 બોલમાં પાંચ ફોર, 3 સિક્સની મદદથી અણનમ 60 રન ફટકાર્યા હતા.

બિહારમાં જન્મેલા વિરાટ સિંહે આ ટુર્નામેન્ટની આશરે 99 મેચોમાં 1 સદી, 21 ફિફટીની મદદથી 2978 રન કર્યા છે. અગાઉ મધ્ય પ્રદેશના હરપ્રીત ભાટિયાએ આ ટુર્નામેન્ટમાં 2010થી 2025 વચ્ચે 100 મેચોમાં 21 ફિફ્ટીના આધારે 2968 રન કરીને નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું. 35 વર્ષનો આ ડાબોડી બેટર હરપ્રીત ભાટિયા ઞઅઊ શિફ્ટ થઈ ગયો છે. એપ્રિલ 2026માં ઞઅઊ માટે ઇન્ટરનેશનલ ડેબ્યુ કરીને તેણે 12 વન-ડે મેચમાં 427 રન અને પાંચ ટી-20 મેચમાં 42 રન કર્યા છે.