Sports
10 વર્ષ બાદ ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ટોપ-20માંથી બહાર
કેપ્ટન રોહિત શર્મા 26મા સ્થાને
સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને બુધવારે આઈસીસીએ જાહેર કરેલા લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શનને કારણે કોહલી બેટરોના રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર થયો છે. 2014 બાદ પ્રતમવાર આવું બન્યું છે, જ્યારે કોહલી બેટરોના રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર થઈ ગયો છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં માત્ર 93 રન બનાવ્યા હતા.
કોહલી હવે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં 22માં સ્થાન પર છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 26માં સ્થાને છે. ટેસ્ટ બેટરોના રેન્કિંડમાં ટોપ પર જો રૂૂટ છે, તેણે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. રૂૂટ બાદ કેન વિલિયમસન અને હેરી બ્રૂક છે. ભારતના યુવા બેટર યશસ્વી જાયસવાલને પણ એક સ્થાનનું નુકસાન થયું અને તે ચોથા સ્થાને ખસી ગયો છે. વિકેટકીપર બેટર રિષભ પંતને પાંચ સ્થાનનો ફાયદો થયો અને તે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શુભમન ગિલ 16માં સ્થાને છે. ભારતનો અનુભવી સ્પિનર રવિન્દ્ર જાડેજા લેટેસ્ટ રેન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આર અશ્વિન પાંચમાં સ્થાને છે. જાડેજાએ મુંબઈ ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી. વોશિંગટન સુંદર ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં 46માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે એજાઝ પટેલ 22માં સ્થાન પર પહોંચ્યો છે. એજાઝને 12 સ્થાનનો ફાયદો થયો છે.