Site icon Gujarat Mirror

ધાર્મિક અનુષ્ઠાનના નામે મહિલાઓનું શોષણ કરતા VIP તાંત્રિકની ધરપકડ

મહારાષ્ટ્રના નાશિકમાં પોલીસને ખુદને ભવિષ્યવક્તા ગણાવનારા અશોક ખરાતને રેપના આરોપમાં ધરપકડ કર્યો છે. આરોપ છે કે તેણે 35 વર્ષની મહિલાને નશીલો પદાર્થ આપીને તેની સાથે હેવાનિયત આચરી હતી.
ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને 24 માર્ચ સુધી પોલીસ ધરપકડમાં મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપીએ ધાર્મિક અનુષ્ઠાનની લાલચ આપીને મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી. આ દરમિયાન તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે કથિત રીતે ધાર્મિક ક્રિયાના નામ પર એક મહિલાના માથા પર તાંબાના વાસણ રાખી તેની સાથે વાંધાજનક હરકત કરતો દેખાઈ રહ્યો છે.

વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ છે અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. તપાસ દરમિયાન પોલીસને અત્યાર સુધીમાં 58 વીડિયો મળ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વીડિયોમાં અમુક ચર્ચિત મહિલાઓ અને સેલિબ્રિટીઝ સામેલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેની ગંભીરતાથી તપાસ થઈ રહી છે. આ ખુલાસા બાદ મામલો વધારે ગંભીર અને સંવેદનશીલ થઈ ગયો છે.

આ સમગ્ર મામલામાં સિન્નર તાલુકાના મિરગાંવમાં આવેલા એક મંદિર અને તેની આજુબાજુના વિસ્તારની પણ ચર્ચા છે. આરોપ છે કે 2010માં સ્થાપિત આ મંદિરના ટ્રસ્ટથી અશોક ખરાતનો સંબંધ રહ્યો છે અને મંદિરની બાજુમાં એક આલીશાન ફાર્મહાઉસ પણ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જગ્યા પર હંમેશા રાજનેતાઓ, સેલિબ્રિટીઝ અને વીઆઈપી લોકો આવતા જતા રહેતા હતા.

Exit mobile version