ગુજરાત

ખેડૂતોને 10 હજાર કરોડની સહાય ન આપે તો ગામડે ગામડે આંદોલન

Published

on


રાજ્યમાં આ વર્ષે મેઘરાજા બરોબરના ત્રાટક્યા છે. આ સિવાય છેલ્લા કેટલાક દિવસોથી ફરી જોરદાર વરસાદ શરૂૂ થયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે રાજ્યમાં વરસાદના કારણે પાકને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસે રાજ્ય સરકારને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી હતી. સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂૂપિયાની સહાયની જાહેરાત કરવી જોઈએ, જો ખેડૂતો માટે સહાયની રકમ જાહેર નહીં કરવામાં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. લલિત વસોયાએ જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર લીલો દુષ્કાળ જાહેર નહીં કરે તો કોંગ્રેસ દરેક ગામમાં વિરોધ કરશે.


કોંગ્રેસ નેતા લલિત કગથરાએ રાજ્યમાં પાકના નુકસાન અંગે નિવેદન આપ્યું છે. ભારે વરસાદના કારણે રાજ્યના પાકને થયેલા નુકસાન અંગે લલિત કગથરાએ જણાવ્યું હતું કે, કપાસની કાપણી દરમિયાન વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. તેમજ ગુજરાત સરકારે પ્રધાનમંત્રી લણણી વિરોધી યોજના બંધ કરી દીધી છે.
ઓગસ્ટ 2020માં ગુજરાત સરકારે કોંગ્રેસની આ યોજના બંધ કરી દીધી હતી. બીજી તરફ રાજ્ય સરકારે નવી યોજના જાહેર કરી હતી. જેમાં ખેડૂતોને એક પણ રૂૂપિયો આપવામાં આવ્યો નથી. ખેડૂતોએ મત આપ્યા હોવાથી ભાજપની સરકાર આવી છે, પરંતુ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, છતાં સરકાર જાગી નથી.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂતોને સહાયની જાહેરાત કરતી નથી, જેના કારણે ખેડૂતો કુદરતી આફતોમાં પાયમાલ થઈ ગયા છે.સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂૂપિયાની સહાયની જાહેરાત કરવી જોઈએ, જો ખેડૂતો માટે સહાયની રકમ જાહેર નહીં કરવામાં આવે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. આ ઘટના અંગે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર લીલો દુષ્કાળ જાહેર નહીં કરે તો કોંગ્રેસ દરેક ગામમાં વિરોધ કરશે. 28મીથી સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂૂ થશે. જેમાં એક લાખથી વધુ ખેડૂતો એકઠા થઈને વિરોધ કરશે.
રાજ્યમાં પાકના નુકસાન અંગે ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે.

તેમણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર માત્ર ખેડૂતોને સહાય આપવાની વાત કરી રહી છે. ભાજપ સરકારમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકારની નીતિ માત્ર ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની છે. જેમાં ખેડૂતોની જમીન છીનવીને ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને કશું મળતું નથી.


કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે શરૂૂ કરાયેલી યોજના ભાજપ સરકારે બંધ કરી દીધી છે. કિરીટ પટેલે જણાવ્યું હતું કે સરકારે યોગ્ય સર્વે કરવો જોઈએ અને ખેડૂતોને સહાય પૂરી પાડવી જોઈએ, તેમજ જે તાલુકાઓ સર્વેમાંથી બાકાત રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version