તામિલનાડુમાં રીલ બાદ રિયલ લાઇફમાં વિજય હીરો

TVK બહુમતી તરફ, DMK-કોંગ્રેસ ગઠબંઘનનો સફાયો, ભાજપને માત્ર 1 બેઠક પર લીડ તમિલનાડુની ધારાસભાની ચૂંટણીના આશ્ર્ચર્યજનક અને રાજનીતિમાં ઉથલપાથલ મચાવનારા પરિણામો આવ્યા છે. સતા માટે…

TVK બહુમતી તરફ, DMK-કોંગ્રેસ ગઠબંઘનનો સફાયો, ભાજપને માત્ર 1 બેઠક પર લીડ

તમિલનાડુની ધારાસભાની ચૂંટણીના આશ્ર્ચર્યજનક અને રાજનીતિમાં ઉથલપાથલ મચાવનારા પરિણામો આવ્યા છે. સતા માટે ફેવરીટ મનાતા ડિએમકે અને કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. જયારે જેને સર્વેક્ષણમાં એક આંકડે બેઠકો અપાતી હતી તેવા અભિનેતા વિજયની પાર્ટી ટી.વી.કે.ને મતદારોએ સતાનું સુકાન સોંપી જબરો અપસેટ સર્જયો છે. વિજયે નવો પક્ષ રચી રાજકારણમાં એન્ટ્રી સાથે જ સતા તરફ પ્રયાણ કર્યું છે.

વિજયે દિકરીના લગ્નમાં 8 ગ્રામ સોનું તથા સિલ્કની સાડીના કરિયાવરની જાહેર કરેલી યોજના મતદારોમાં સુપરડુપર હીટ થઇ ગઇ છે અને રીલ લાઇફના હીરો વિજય હવે રીયલ લાઇફ હીરો તરીકે તમિલનાડુમાં ઉભરી આવ્યા છે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના વલણોમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. અત્યાર સુધીમાં 234 બેઠકોમાંથી 214 બેઠકોના વલણો સામે આવ્યા છે, જેમાં સત્તાધારી ડીએમકે ગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે. જ્યારે અભિનેતા વિજયની નવી પાર્ટી તમિલગા વેટ્રી TVK (ટીવીકે) પ્રથમ વખત ચૂંટણીમાં ભાગ લેતી હોવા છતાં એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે.

વલણો અનુસાર ટીવીકે 98 બેઠકો પર મજબૂત લીડ મેળવી રહી છે. એઆઈએડીએમકે 68 બેઠકો પર આગળ છે. જ્યારે ડીએમકે ગઠબંધનના હાથમાં માત્ર 47 બેઠકો જ બચી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે તમિલનાડુમાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.

લાંબા સમયથી સત્તામાં રહેલા ડીએમકે અને તેના સાથીઓને આ વખતે ભારે પછડાટનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની પાર્ટીને અપેક્ષા કરતાં ઘણી ઓછી બેઠકો મળતી દેખાઈ રહી છે. વિરોધ પક્ષોના વધતા પ્રભાવ અને નવી શક્તિઓના ઉદયને કારણે ડીએમકે ગઠબંધનનું પ્રભુત્વ ઘટતું જોવા મળ્યું છે.

ફિલ્મ અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં ઊતરી છે અને તેનું પ્રદર્શન અકલ્પનીય સાબિત થયું છે. 98 બેઠકો પર લીડ સાથે તે સ્પષ્ટ રીતે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જો આ વલણો અંતિમ પરિણામમાં ફેરવાય તો વિજયની પાર્ટી એકલા હાથે સરકાર બનાવવા સક્ષમ બની શકે છે. આ તમિલનાડુની રાજનીતિમાં એક નવો અધ્યાય શરૂૂ કરી શકે તેમ છે.

એઆઈએડીએમકે પણ 68 બેઠકો સાથે મજબૂત સ્થિતિમાં છે. આ ત્રિકોણીય લડતમાં ટીવીકે અને એઆઈએડીએમકે વચ્ચે સંભવિત સમીકરણોની પણ ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે.