ક્રાઇમ
બોટાદ નગરપાલિકા શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પર હુમલો, ધમકી અપાઇ
કરિયાણું લેવા ગયા ત્યારે 15 વર્ષ પહેલાના હિસાબના રૂપિયા મામલે માથાકૂટ કરી
બોટાદ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન અનાજ કરીયાણાની દુકાને કરીયાણુ લેવા ગયા હતા. તે સમયે દુકાનમાં તેમના પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી.
આજે બપોરનાં સમયે બોટાદ નગરપાલિકા શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન દિલીપભાઈ જોષી દિવાળી માટેનું રાશન લેવા માટે શહેરના મસ્તરામ મંદિર વિસ્તારમાં હિંમત મોતીની કરીયાણાની દુકાને ગયા હતા. ત્યારે દુકાને અર્પણભાઈ નામના વ્યક્તિએ દિલીપભાઈને ઈલેશભાઈ શાહ પાસે પંદરેક વર્ષ પહેલાના જૂના હિસાબના રૂૂપિયા લેવાના બાકી હતા. તે બાબતે વાત કરતા હતા, તેવામાં ઈલેશભાઈ શાહ ત્યાં આવ્યા અને દિલીપભાઈ જોષીને બિભત્સ શબ્દો બોલી પતારા રૂૂપિયા દેવાના નથીથ તેમ કહી હુમલો કર્યો અને ઢીકાપાટુંનો માર માર્યો હતો.
આ ઉપરાંત લાકડીથી મારવા જતાં દુકાન પર હાજર લોકોએ મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ દિલીપભાઈ જોષીએ બોટાદ પોલીસમાં ઈલેશભાઈ શાહ વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને નગરપાલિકાના વાઈસ ચેરમેન દિલીપભાઈ જોષીએ મીડિયાને માહિતી આપી હતી.